મકર સંક્રાંતિ પર કેમ ખાવામાં આવે છે ખીચડી, શું છે મહત્ત્વ? સાથે જુઓ ખીચડી રેસિપી

PC: youtube.com

મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં મનાવવામાં આવતો તહેવાર છે. મકર સંક્રાંતિનો તહેવાર હિન્દૂ ધર્મના મુખ્ય તહેવારમાં સમાવેશ થાય છે, જે સૂર્યના ઉત્તરાયણ થવા પર મનાવામાં આવે છે. આ દિવસ સૂર્ય ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્યના ઉત્તરાયણની ગતિ શરૂ થાય છે. ભારતના જુદા-જુદા વિસ્તારમાં મકર સંક્રાંતિનો તહેવાર જુદી-જુદી રીતે ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે આંધપ્રદેશ, કેરલ અને કર્નાટકમાં તેને સંક્રાંતિ કહેવામાં આવે છે, જ્યારે તમિલનાડુમાં તેને પોંગલ તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. જ્યારે પંજાબમાં અને હરિયાણામાં આ નવી ઋતુનું સ્વાગત કરવામાં આવે છે અને લોહરી તહેવાર મનાવામાં આવે છે, તેમજ આસમમાં બિહૂના રૂપમાં આ તહેવારને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે.

મકર સંક્રાંતિ પર કેમ ખાવામાં આવે છે ખિચડી?

  • મકર સંક્રાંતિ પર ચોખા, દાળ, હળદર, મીઠુ અને શાકભાજીની ખીચડી બને છે.
  • ચોખા ચન્દ્રમાનું પ્રતીક છે.
  • કાળા અડદની દાળ શનિનુ પ્રતીક છે.
  • હળદર ગુરૂ અને મીઠું (નમક) શુક્રનુ પ્રતીક છે.
  • લીલી શાકભાજી બુધ સાથે સંબંધ ધરાવે છે.
  • ખીચડીની ગરમી મંગળ અને સૂર્યથી જોડાયેલી છે.
  • આ પ્રકાર ખીચડી ખાવાથી તમામ ગ્રહ મજબૂત થાય છે.
  • મકર સંક્રાંતિ પર નવા અનાજની ખીચડી ખાવાથી સમગ્ર વર્ષ દરમિયાન શરીર તંદુરસ્ત રહે છે.
  • આ અનોખા આહારથી શરીર નવી ઋતુ માટે તૈયાર થાય છે.
  • ખીચડી તાજી જ ખાવી જોઇએ અને તેની સાથે ઘી જરૂર ખાવું જોઇએ.

ખીચડી રેસિપી

સામગ્રી

1 કપ- ચોખા
અડધો કપ- મગની દાળ
2 સમારેલા- બટાકા
1 સમારેલુ- શિમલા મરચું
અડધો કપ- વટાણા
2 સમારેલા- લીલા મરચા
1 સમારેલુ- આદુ
1-2 ચમચી- દેશી ઘી
1-2 ચમચી- હીંગ
અડધી નાની ચમચી- જીરૂ
4- 6 મરી
4- લિવિંગ
1/2 નાની ચમચી- હળદર
સ્વાદનુસાર- નમક
સમારેલી કોથમીર


બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખા અને દાળને સાફ કરે, અને સરખી રીતે ધોઇ, 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. બધી શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોઇ સમારી લો. હવે કુકરમાં ઘી ઉમેરી ગરમ કરો. જે બાદ જીરૂ ઉમેરો. જીરૂ બ્રાઉન થયા બાદ, મરી, લવિંગ, હળદર, લીલુ મરચુ, આદુ ઉમેરી દો. સાતળીને બધી શાકભાજી ઉમેરી દો. શાકભાજીને 2-3 મીનિટ સુધી ચઢવા દો. હવે દાળ અને ચોખા ઉમેરી દો અને બધાને સાતળો. હવે જેટલા દાળ અને ચોખા હતા જેથી 5 ગણા પાણી ઉમેરો. સ્વાનુસાર નમક પણ ઉમેરો અને કુકર બંધ કરી એક સીટી આવવા પર ચઢાવા દો. હવે ગેસ નીકળવા દો, જે બાદ કુકર ખોલો. તૈયાર છે ખીચડી. જેને તમે દહીં અને અથાણું સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp