વપરાયેલી ચા પત્તી ફેંકી ન દેતા, ઘરના ગાર્ડન-છોડની લીલોતરી વધારવા આ રીતે કામ આવશે

PC: khabarchhe.com

ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે.  જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં કર્યો છે.

ગુજરાતમાં માથાદીઠ વર્ષે 1000 ગ્રામ ચા પત્તી વપરાતી હોય તો 6થી 7 કરોડ કિલો એકઠી કરી લેવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ખાતર તૈયાર થઈ શકે છે. ગાંધીનગર કૃષિ ભવનના અધિકારીઓ કહે છે કે, ચા ફેંકી દેવાના બદલે તેનું ખાતર ઘરના બગીચા માટે શ્રેષ્ઠ પોષક તત્વો ધરાવે છે.

શહેરોમાં ટેરેસ ગાર્ડનની ખેતી કરતાં લોકો ચાના પાનનો ખાતર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. છોડ માટે પૌષ્ટિક ખાતર બનાવવા માટે ચાના પાંદડા વાપરવામાં આવે છે. ચાની પત્તી ઘરની લીલોતરી અનેકગણી વધારી શકે છે.

સફાઈ કામદારો હોટલ, ચાની દુકાનમાંથી ચાના પાંદડા એકઠા કરીને મોટો ઉદ્યોગ બની શકે છે.

જેમાં 4% નાઇટ્રોજન, મીનરલ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઘણા સુક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. ફાયદાકારક સુક્ષ્મસજીવો ચાની પત્તીથી વધે છે. ચાના પાંદડામાં એન્ટી ઓક્સિડેન્ટ જોવા મળે છે.

ભીના કચરા સાથે ચાના પાનને ભેળવીને ખાતર બનાવી શકાય છે. ચાના પાંદડાનું ખાતર બનાવવાની રીત સરળ છે. નશીલી ચા બનાવવા માટે તેમાં આદુ, તુલસી, એલચી, ઔષધિઓ હોય છે. તેમાં દૂધ અને ખાંડ હોય છે. તેને થોડા કાણા વાળા માટીના વાસણમાં નાંખી સીધો સૂર્યપ્રકાશ ન આવે તે રીતે રાખી દેવામાં આવે છે. તે પોતે સડવાનું શરૂ કરી દેશે.

દો-મહિના પછી, તેમાં સફેદ રંગના સ્તર પર ફૂગ બનશે. તેમાંથી ચાના પાનને કંપોઝિટ કરવાનું શરૂ કરે છે. અઢીથી 3 મહિનામાં ખાતર તૈયાર થઈ જાય છે. તડકામાં તેને સૂકવીને પછી ખેતર કે ઘરના ટેરેસ પર છોડને તે માટી સાથે ભેળવીને આપી શકાય છે.  એક વાસણ ભરાઈ જાય એટલે બીજા વાસણમાં ચા પત્તી નાંખવામાં આવે છે.

તેમાં બીજા વૃક્ષના પાન ભેળવીને 20 દિવસમાં ખાતર તૈયાર થઈ શકે છે. વપરાયેલી ચાના પાંદડાઓનું સેન્દ્રિય ખાતર બનાવવા માટે કેટલીક સંસ્થા કામ કરી રહી છે. જૈવિક ખાતરથી ગુલાબ જેવા ફૂલ, ચમેલી, મેરીગોલ્ડ વગેરે ફૂલો સુંદર અને લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ચાના પાંદડાઓમાં ઘણા તત્વો જોવા મળે છે જે છોડ માટે ખૂબ ફાયદાકારક છે. નેચરલ ચા ખાતરના પેકેટ બનાવીને વેચવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp