Recipe: મટર પનીર મસાલા

PC: maunikagowardhan.co.uk

સર્વિંગઃ 3

કુલ સમયઃ 45 મિનિટ

સામગ્રીઃ
1 કપ બાફેલા વટાણા
2 નંગ સમારેલા કાંદા
1 કપ પનીરના ટુકડા તળેલા
ગ્રેવી માટેઃ
1 ટે.સ્પૂન તેલ
2 નંગ બે લીફ
1 ટી.સ્પૂન જીરું
1 ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટી.સ્પૂન મીઠું
1 ટે.સ્પૂન હળદર
1 ટે.સ્પૂન ધાણાજીરું
1/2 ટી.સ્પૂન લાલ મરચું
1 લીલું મરચું
1/2 કપ ટામેટાની પ્યૂરી
1 ટી.સ્પૂન કોથમીર
1/2 કપ પાણી
1 ટે.સ્પૂન ગરમ મસાલો

બનાવવાની રીતઃ
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી તતડવા મૂકો. જીરું તતડી જાય એટલે તેમાં કાંદા નાખી સાંતળો. કાંદા ગોલ્ડન રંગના થાય એટલે તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. હવે બીજા એક પેનમાં તેલ લઈ તેમાં બે લીફ અને જીરું નાખો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ અને કાંદાની પ્યૂરી મિક્સ કરી 2 મિનિટ સુધી થવા દો. પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, લીલું મરચું અને ગરમ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે ગ્રેવીમાં તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો. પછી તેમાં ટામેટાની પ્યૂરી, કોથમીર અને જરૂર પ્રમાણે પાણી નાખી થવા દો. હવે તેમાં બાફેલા વટાણા અને તળેલા પનીરના ટુકડા નાખી હલાવી લો. તૈયાર થયેલા આ સબ્જીને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.