ગર્લફ્રેન્ડ્સ માટે વિશેષ વાનગી પીરસતી હોટેલ

PC: videoblocks.com

ઘણા લોકો એવી મજાક કરતા હોય છે કે તેમની ગર્લફ્રેન્ડ બહુ ખાય છે અથવા વારે તહેવારે બહાર ખાવા જવાની જીદ કરે છે. જોકે ગર્લફ્રેન્ડ્સનો ફૂડ પ્રત્યેનો પ્રેમ માત્ર ભારતમાં જ નથી, પરંતુ વિદેશમાં પણ ગર્લફ્રેન્ડ્સ અવનવા ફૂડ્સને લઈને અત્યંત ફેસિનેટ હોય છે. કદાચ એ ફેસિનેસનને ધ્યાનમાં રાખીને જ અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક રેસ્ટોરાંએ તેમના મેનુમાં એક વિશેષ આઈટમ રાખી છે અને એ આઈટમનું નામ રાખ્યું છે ‘માય ગર્લફ્રેન્ડ ઈઝ નોટ હંગ્રી’.

જી હા, મજાની વાત પાછી એ છે કે ઘણું બધું ફૂડ ખાધા પછી પણ એમ કહેતી હોય છે કે તેમણે તો કંઈ ખાધું જ નથી અથવા આજે તેમને બહુ ભૂખ નથી લાગી! એટલે જ ફિલાડેલ્ફિયાની એ રેસ્ટોરાંએ પોતાના મેનુમાં આ આઈટમ પેશ કરી છે, જે આજકાલ ફિલાડેલ્ફિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે. અને લોકો પોતાની ગર્લફ્રેન્ડ સાથે ત્યાં જઈ રહ્યા છે.

EDIT: Sooooo I didn’t expect this to reach so many people. With that being said I would like to say where it come from....

Posted by Nick Chisler on Friday, 28 June 2019

આ મેનુમાં એક્સ્ટ્રા ફ્રેન્ચફ્રાઈઝ, ચિકન વિંગ્સ અને ફ્રાઈડ ચીઝ સ્ટિક્સ જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. મજાની વાત એ છે કે આ મેનુમા ઘણી બધી વાનગીઓ એક સાથે પીરસાવા છતાં તે ઘણું સસ્તુ છે માત્ર ચાડા ચાર ડૉલરમાં તે મળે છે.

ભારતમાં હજુ સુધી આ પ્રકારના મેનુનો કોઈને વિચાર આવ્યો હોય એવું લાગતું નથી. પરંતુ જો કોઈએ ‘માય ગર્લફ્રેન્ડ ઈઝ નોટ હંગ્રી’ જેવું મેનુ ઍડ કર્યું તો અમેરિકાની જેમ આપણે ત્યાં પણ એ રેસ્ટોરન્ટ ધૂમ મચાવશે એ વાત નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp