શું તમે પણ બ્રેડ અને મધને ફ્રીઝમાં મૂકો છો? તો પહેલા વાંચી લો આ ખબર...

PC: alicdn.com

પોતાના ઘર, મિત્રો અથવા આસપાસના લોકોમાંથી કોઈને પણ જોઈ લો. જ્યારે પણ નાસ્તો સ્ટોર કરવાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા ફ્રીઝની યાદ આવે છે. પરંતુ આપણે એ વિચારતા જ નથી કે શું તે નાસ્તાને ખરેખર ફ્રીઝમાં મુકવાની જરૂર છે પણ કે નહીં. અહીં જાણો નાસ્તામાં ખવાતા એ 5 ફૂડ્સ વિશે, જે રૂમ ટેમ્પરેચર પર વધુ સમય સુધી સારા અને સ્વાદિષ્ટ રહે છે...

બ્રેડને ફ્રીઝની જરૂર નથી

જી હાં, ચોંકવાની જરૂર નથી, જે બ્રેડ તમે માર્કેટમાંથી લઈને આવો છો, શું ક્યારેય તમે તેને ગ્રોસરી સ્ટોર કે પછી કરિયાણાની દુકાન પર ફ્રીઝમાં મુકેલા જુઓ છો? નથી જોયા ને... કારણ કે બ્રેડ રૂમ ટેમ્પરેચર પર જ સારા રહે છે. જો તમે તેને ફ્રીઝમાં મુકશો તો તે ડ્રાઈ થઈ જશે અને કડક પણ થઈ જાય છે. તેને કારણે તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે, જે તેને પહેલા કરતા ઓછાં ટેસ્ટી બનાવી દે છે. જો તમે બ્રેડનો તેના પેકેટ પર આપવામાં આવેલી એક્સપાયરી ડેટની અંદર જ ઉપયોગ કરી લો તો બ્રેડને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી રહેતી.

મધને ફ્રીઝમાં મુકવાની ભૂલ ના કરતા

મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે મધને જો ફ્રીઝમાં સ્ટોર કરવામાં આવે તો તેનો ટેસ્ટ અને ટેક્સ્ચર બંને બદલાઈ જાય છે. મધને ફ્રીઝમાં મુકવાથી તે ક્રિસ્ટલાઈઝ્ડ થઈ જાય છે. તે કોઈક મજબૂત અને પારદર્શક પથ્થર જેવું દેખાવા માંડે છે. આ સાથે જ ભોજનમાં તેનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. આથી, મધને હંમેશાં રૂમ ટેમ્પરેચરના તાપમાન પર જ રાખવું જોઈએ. જો મધ કાઢવામાં તકલીફ પડે તો તેની બરણીને થોડીવાર માટે ગરમ માણી મુકી દો. આવું કરવાથી મધ પીગળી જશે.

નટ્સ

આપણી આસપાસ રહેતા લોકોની આદતો પર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે એવા લોકોની સંખ્યા ઘણી વધુ છે, જે નટ્સ એટલે કે સૂકા મેવાને પણ ફ્રીઝમાં સ્ટોર કરે છે. જ્યારે ડ્રાઈ ફ્રૂટ્સને ફ્રીઝમાં મુકવાની કોઈ જરૂર નથી હોતી. નટ્સ ફ્રીઝ વિના પણ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે. બસ જરૂર છે કે, તમે તેને ડ્રાય અને કોલ્ડ પ્લેસમાં સ્ટોર કરો, જ્યાં ડાયરેક્ટ સનલાઈટ ના આવતી હોય. આ સાથે જ તેને પાણી અથવા પ્લાસ્ટિકની જગ્યાએ કાચની બરણીમાં સ્ટોર કરશો તો તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

ચોકલેટ હેઝલનટ સ્પ્રેડ

તમે બજારમાંથી ટોસ્ટ, બ્રેડ અથવા બનની સાથે ખાવા માટે જામ, સ્પ્રેડ અથવા સોસ જેવી વસ્તુઓ લઈને આવો છો, તો તેને ફ્રીઝમાં મુકતા પહેલા તેના લેબલ પર લખેલી સ્ટોરેજ ટિપ્સને ધ્યાનથી વાંચી લો. કારણ કે, આવા મોટાભાગના ફૂડ્સને ફ્રીઝમાં સ્ટોર કરવાની કોઈ જરૂર નથી હોતી. તેને ફ્રીઝ વિના પણ ડ્રાય પ્લેસ પર સ્ટોર કરી શકાય છે. ત્યાં સુધી કે, કેટલાક ફૂડ્સનો ટેસ્ટ ફ્રીઝમાં મુકવાને કારણે બદલાઈ પણ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp