શું ઝોમાટો અને સ્વીગી પર હવે ડોમીનોઝના પીત્ઝા નહીં મળશે?

PC: retail.economictimes.indiatimes.com

ડોમીનોઝ પીત્ઝાની ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી દેશના લોકપ્રીય ફૂડ ડિલિવરી એપ્સ ઝોમાટો અને સ્વીગી પર ઓર્ડર લેવાનું બંધ કરી શકે છે. ડોમીનોઝની હોલ્ડિંગ કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્સે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI)ને આપેલી એક ગોપનીય ફાઇલિંગ દ્વારા આ ખુલાસો કર્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, CCIએ 19મી જુલાઇના રોજ મોકલેલા એક લેટરમાં કંપનીએ કહ્યું કે, ‘કમીશન રેટ્સમાં વધારાની સ્થિતિમાં જ્યુબિલન્ટ ફૂડ્સ પોતાનો બિઝનેસ ઓનલાઇન રેસ્ટોરન્ટ પ્લેટફોર્મસ પરથી હાઉસ ઓર્ડરિંગ સિસ્ટમ પર શિફ્ટ કરવાનો વિચાર કરી રહી છે.’

CCIએ ઝોમાટો અને સ્વીગીની કથિત પ્રતિસ્પર્ધા રોધી પ્રક્રિયાઓની તપાસ હેઠળ ડોમીનોઝની ઇન્ડિયા ફ્રેન્ચાઇઝી અને કેટલીક અન્ય રેસ્ટોરન્ટ પાસે પ્રતિક્રિયા માગી હતી. પોતાની પ્રતિક્રિયામાં ડોમિનોઝ ઇન્ડિયાએ એ પણ કહ્યું કે જુલાઇ દરમિયાન તેને લગભગ 27 ટકા બિઝનેસ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પરથી મળ્યો છે. તેમાં મોબાઇલ એપ અને વેબસાઇટ પણ શામેલ છે.

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI)ની આ એપ્સ પર કરવામાં આવેલા ભેદભાવપૂર્ણ વ્યવહારની ફરિયાદ બાદ CCIએ એપ્રિલમાં ઝોમાટો અને સ્વિગી વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. આ ફરિયાદમાં ભારી કમીશન વસૂલવાથી અને પ્રતિસ્પર્ધા રોધી ગતિવિધીઓનો પણ મુદ્દો ઉઠાવાયો હતો.

રેસ્ટોરન્ટ સંગઠને પણ આરોપ લગાવ્યા હતા કે ઝોમાટો અને સ્વીગી પર 20-30 ટકાની રેન્જમાં કમીશન વસૂલાઇ રહ્યું છે, એ અવ્યાવહારિક છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટનાક્રમની જાણકારી રાખનારા એક વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, ઝોમાટો અને સ્વીગીના વધારે પડતા કમીશન ડોમીનોઝ અને અન્ય રેસ્ટોરન્ટ માટે એક મોટી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે, જો કમીશન વધારવામાં આવે છે તો તેમના પ્રોફિટ વધુ ઓછા થઇ જશે. તેથી, તેનો બોજો કન્ઝ્યુમર પર નાખવો પડશે.

ઘણા સમયથી કન્ઝ્યુમરો પણ ફરીયાદ કરી રહ્યા છે કે, ઓનલાઇન ફૂડ ડીલિવરી એપ્સ કમીશન વધારી રહી છે તેનાથી તેમનું રેસ્ટોરન્ટ બિલ 20-30 ટકા જેટલું વધારે આવે છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝરે રેસ્ટોરન્ટ પાસેથી ડાયરેક્ટ ઓર્ડરના બિલ અને ઝોમાટે અને સ્વીગી પાસેથી મંગાવેલા ઓર્ડરના બિલની સરખામણી કરી છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યા છે. કન્ઝ્યુમરોએ સ્વીગી અને ઝોમાટો પરથી ઓર્ડર કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp