અમદાવાદમાં આવ્યું એવું આઈસ્ક્રીમ, જેને ખાવાનું નહીં શોકેસમાં રાખવાનું થશે મન

PC: scoopwhoop.com

આઈસ્ક્રીમ નામ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવી જાય છે. તમે અત્યાર સુધી કેટલાંય પ્રકારના આઈસ્ક્રીમ ખાધા હશે પણ ક્યાંય સોનાનો વરખ ચઢાવેલો આઈસ્ક્રીમ ક્યારેય નહીં ખાધો હોય. જી હા, ખરેખર 24 કેરેટ સોનું ચઢાવેલો આઈસ્ક્રીમ માર્કેટમાં આવી ગયો છે અને તેનો લુત્ફ ઉઠાવવા પડાપડી થઈ રહી છે.

ગયા વર્ષે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હોંગકોંગથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણી ગોલ્ડ પ્લેટેડ આઇસક્રીમ ખાતી જોવા મળી હતી. તેનો આ વીડિયો હજારો લોકોએ જોયો હતો અને તેમાંના કેટલાંક આ લક્ઝુરિયસ આઇસ્ક્રિમ ખાવાની ઈચ્છા પણ જતાવી હતી. આવા લોકો માટે અમે એક ગુડ ન્યુઝ લઇને આવ્યા છે કે તમે હવે આ લક્ઝુરિયસ ડેઝર્ટ આપણાં દેશમાં પણ ખાઈ શકશો.

એડિબલ ગોલ્ડનો ટ્રેન્ડ ઘણાં સમયથી વિદેશોમાં ચાલી રહ્યા છે. ત્યાં ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ, ગોલ્ડ પ્લેટેડ ડોનટ્સ અને ગોલ્ડ પ્લેટેડ પીઝા જેવી લક્ઝરી આઇટમ ઉપલબ્ધ છે. આ ફૂડ આઇટમ્સ ઘણી મોંઘી હોય છે. આ પ્રકારનો લક્ઝુરિયસ આઈસ્ક્રીમ ભારતમાં લઇને આવ્યું છે Huber and Holly આઈસ્ક્રીમ પાર્લર. ભારતના ત્રણ શહેર મુંબઈ, અમદાવાદ અને હૈદરાબાદમાં તેના સ્ટોર છે. આ ડેઝર્ટને નામ આપવામાં આવ્યું છે Mighty Midas.

આ આઈસ્ક્રીમમાં 17 પ્રકારના ઈન્ગ્રિડિયન્ટ્સ નાંખવામાં આવે છે અને છેલ્લે તેને 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ વરખથી ગાર્નિશ કરવામાં આવે છે. આ આઈસ્ક્રીમ અલગ-અલગ અંદાજમાં પિરસી શકાય છે. તેના એક સ્કૂપની કિંમત રાખવામાં આવી છે 1000 રૂપિયા. તો આ ડિલીશિયલ ડેઝર્સ ટ્રાય કરશો કે નહીં?
ખાદ્ય સોનાનો વલણ લાંબા સમયથી વિદેશમાં ચાલી રહ્યો છે. ત્યાં ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ, ગોલ્ડ પ્લેટેડ ડોનટ્સ અને ગોલ્ડ પ્લેટેડ પિઝાઝ જેવી લક્ઝરી વસ્તુઓ ઉપલબ્ધ છે. તમે તેને સમૃદ્ધ પર એક નાટક પણ કહી શકો છો, કારણ કે આ ખોરાકની વસ્તુઓ મોંઘા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp