આવી રીતે તમારા ઘરે બનાવો સ્વાદિષ્ટ ઉત્તરાયણનો સ્પેશિયલ ખીચડો

PC: mojemustram.posspooja.in

મકર સંક્રાંતિ ગુજરાતમાં ઉત્તરાયણના રૂપમાં મનાવવામાં આવે છે. આ અવસરની મજા ગુજરાતીવાસીઓ મીઠા અને સ્વાદિષ્ટ ખીચડા સાથે લેવાનું પસંદ કરે છે. પરંતુ ઘાણાં કેટલાક એકને એક જ વાનગીથી મકર સંક્રાંતિનો તહેવાર મનાવે છે. ત્યારે આજે અમે ઉત્તરાયણની સ્પેશિયલ રેસિપી વિશે જણાવીશું. જે છે તીખો ખીચડો અને મીઠો ખીચડાની રેસિપી જે તેમ તમારા ઘરે સરળતાથી બનાવી શકો છો.

તીખો ખીચડો

સામગ્રી

5 મોટી ચમચી- તેલ
1- તમાલપત્ર
2 નાની ચમચી- લાલ મરચુ પાઉડર
4- લવિંગ
2 સ્ટિક્સ- તજ
2 નાની ચમચી-રાઈ
2 મોટી ચમચી- ટોપરાની સ્લાઇસ
2 નાની ચમચી- સીગદાણા
2- ખારેક
5-6 કાજૂ
6-7 દ્રાક્ષ
2 મોટી ચમચી- આદુ અને લાલુ મરચુની પેસ્ટ
1 કપ- તુવરની દાળ
1 કપ- વટાણાની દાણા
1 નાની ચમચી - હળદર
2 નાની ચમચી- ખાંડ
1, સમારેલુ અને તળેલુ- શકરિયું
1, સમારેલુ અને તળેલુ- બટાકા
1/2 કપ, ઉકાળેલી- ચણાની દાળ
100 ગ્રામ, પાણીમાં પલાળેલા-ઘઉં
સ્વાનુસાર- નમક
2 મોટી ચમચી સમારેલી- કોથમીર
2- લાલ મરચું
2- 1/2 ગ્લાસ- પાણી

બનાવવાની રીત

STEP 1. સૌ પ્રથમ સાત- આઠ કલાક માટે ઘઉંને પાણીમાં પલાળી દો. જે બાદ પ્રેશર કુકરમાં તેને ઉકાળો. હવે ખારેકને પાણીમાં ઉમેરી નાના-ટૂકડામાં સમારી લો તે પછી એક પેનમાં તેલ ગરમ કરો. આખુ લાલ મરચું, લવિંગ, રાઈ, તમાલપત્રને તેલમાં ઉમેરી વઘાર કરો. જ્યારે આ તળવા લાગે તો હીંગ (વઘાણી), નારિયેળ, સીગદાણા અને કાજૂ મિક્સ કરી દો.

STEP 2. તેમાં દ્રાક્ષ, આદુ, લીલુ મરચાની પેસ્ટ અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરો. તેને દસ મિનિટ માટે ઢાંકીને ચઢાવા દો અને વચ્ચે-વચ્ચે ચમચીથી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી લો. આ ડિશને રીંગણની સબ્જી સાથે સર્વ કરી શકો છો.

મીઠો ખીચડો

સામગ્રી

1 કપ- ઘઉંના ભાડા
1/2 લીટર - દૂધ
1/2 મોટી ચમચી- ઘી
1/2- ખાંડ
4 - દ્રાક્ષ
4- કાજૂ
4- બદામ
5- અખરોટ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ઘઉંના ભાડા ઉમેરી સેકી લો. હવે દૂધ ઉમેરી ચમચીથી હલાવો. જે બાદ તેમાં ખાંડ ઉમેરી અને બરાબર મિક્સ કરી લો. તેને સતત ચમચથી હળવતા રહે જેથી ઘઉંના ફાડા પેનમાં બેસે (ચોટે) નહીં તે ધ્યાન રાખો. જ્યારે આ મિશ્રણ જાડુ થવા લાગે તો તજ પાઉડર અને બધા જ ડ્રાયફ્રૂડસ્ તેમાં ઉમેરી દો. તૈયાર છે મીઠો ખીચડો.. ખીચડોને ઠંડો અથવા ગમર બંને રીતે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp