20 મિનિટમાં બનાવો પનીર ભુરજી સેન્ડવીચ

PC: yummyoyummy.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ

2 ટે.સ્પૂન ચેલ

1 ટે.સ્પૂન છીણેલું આદું

2 લીલા મરચાં

ચપટી હીંગ

2 સુધારેલા ટામેટા

3 ટે.સ્પૂન ફુદીનાના પાન

500 ગ્રામ પનીર

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. પછી તેમાં આદું નાખીને 2 સેકન્ડ સુધી સાંતળો. પછી તેમાં લીલા મરચાં અને ટામેટા નાખો. ટામેટાને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો. પછી તેમાં ફુદીનાના પાન અને પનીરને મશળીને નાખી દો. ઉપરથી મીઠું નાખીને તેલ છૂટુ પડે ત્યાં સુધી થવા દો. સર્વ કરતી વખતે બ્રેડની સ્લાઈસ લઈને તેની ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવી તેની ઉપર લેટસના પાન મૂકી પનીરનું મિશ્રણ મૂકો. તેની ઉપર બીજી સ્લાઈસ મૂકી સર્વ કરો.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.