દેશના આ શહેરમાં આવેલી રેસ્ટોરાંમાં ખાવાનું વેસ્ટ કરવા પર ભરવો પડે છે દંડ

PC: polkacafe.com

હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં મોટાભાગે ઓર્ડર કરવામાં આવેલુ ખાવાનું એઠું છોડનારા લોકો માટે તેલંગણાએ એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટે એક ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે. પોતાના ટેસ્ટી ખાવાના માટે પ્રસિદ્ધ તેલંગણાના વારંગલ જિલ્લાના કેદારી ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટે લોકો પાસેથી ખાવાનું પેસ્ટ કરવા પર દંડ લેવાનુ શરૂ કર્યું છે. રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા અનુસાર, જે લોકો અહીં આવીને ઓર્ડર કરેલુ ખાવાનું પ્લેટમાં છોડતા જ તેમની પાસેથી પ્રતિ પ્લેટ 50 રૂપિયા દંડ લેવામાં આવે છે. દંડ તરીકે વસૂલવામાં આવેલા આ પૈસાને હવે અનાથ બાળકોના હિત માટે ઉપયોગમાં લેવાની તૈયારી કરવામાં આવી છે.

આ ખાસ રેસ્ટોરન્ટના પ્રમોટર લિંગલા કેદારીનું કહેવુ છે કે, તેના ફૂડ કોર્ટમાં ખાવાનું વેસ્ટ કરનારા લોકો માટે એક મેસેજ બોર્ડ લગાવવામાં આવ્યુ છે. આ મેસેજ બોર્ડમાં ખાવાનું વેસ્ટ કરનારા લોકોને પર પ્લેટ 50 રૂપિયાનો દંડ વસૂલવાની વાત કહેવામાં આવી છે. કેદારીનું કહેવુ છે કે, તેમણે આ વ્યવસ્થા ખાવાનાનો દુરુપયોગ રોકવા માટે કરી છે અને અત્યાર સુધી દંડ તરીકે આશરે 14 હજાર રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે, જેને હવે અનાથ આશ્રમમાં દાન કરી દેવામાં આવશે.

રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યુ હતુ કે, દંડ લેવાનો નિયમ બનાવ્યા બાદ ખાવાનું વેસ્ટ થવાના મામલાઓમાં ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ ગ્રાહકો પણ તેના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. જોકે, કેદારીનું કહેવુ છે કે, જો કોઈ ગ્રાહકને ખાવાનું પસંદ ના આવે અથવા તેમને સ્વાદ ન ભાવવાને કારણે જો તેઓ ખાવાનું ન ખાય તો તેમની પાસેથી કોઈ દંડ લેવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp