ગુજરાતમાં આવ્યું ફરમાન, પોપકોર્ન પર 18 ટકા GST લગાવવાનો આદેશ

PC: indiatimes.in

કર્ણાટકમાં માલાબાર પરાઠા પર 18 ટકા GST લગાવ્યા પછી હવે ગુજરાતમાં પોપકોર્ન પર 18 ટકા GST આપવાનો ફરમાન આવ્યો છે. પરાઠાની વાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. ગુજરાતમાં ટેક્સ મામલામાં ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ(AAR)એ સ્પષ્ટ કર્યું છે કે, પેક્ડ રેડી ટુ ઈટ પોપકોર્ન પર 18 ટકા GST લાગશે.

AARએ તેમના આદેશમાં કહ્યું છે કે, જે હમ્બલ પેક્ડ પોપકોર્ન હોય છે તે સ્ટાન્ડર્ડ અનાજ હેઠળ આવતા નથી. તેમાં તેલ હોય છે અને તે એક રીતે બનેલું હોય છે. તે એ પોપકોર્ન જેવા નથી જેને માઈક્રોવેવમાં બનાવી ખાવામાં આવે છે. માટે તેના પર 18 ટકા GST લાગશે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે વન નેશન, વન ટેક્સની અવધારણા હેઠળ GST લાગૂ કર્યું હતું. પણ ઘણાં નિયમો પર મેતભેદ કે ભ્રમની સ્થિતિ બની છે.

સુરતના મેન્યુફેક્ચરરે GST લગાવવાને લઈ સ્પષ્ટીકરણ માટે AARનો સંપર્ક કર્યો હતો

ટાઈમ્સ અનુસાર, સુરતના એક પોપકોર્ન મેન્યુફેક્ચરર જય જલારામ એમ્ટરપ્રાઈસેસએ આ ફૂડ આઈટમ પર GST લગાવવાને લઈ સ્પષ્ટીકરણ માટે ગુજરાતના AARનો સંપર્ક કર્યો હતો. આ કંપની જેજે પોપકોર્નના નામથી રેડી ટૂ ઈટ પોપકોર્ન વેચે છે. કંપનીનું કહેવું હતું કે, આ આઈટમ પર 5 ટકાથી વધારે GST હોવું જોઈએ નહીં, પણ AARએ કહ્યું છે કે આના પર 18 ટકા GST લાગશે.

પરાઠા પર લાગ્યો હતો 18 ટકા GST

આ પહેલા કર્ણાટકમાં એક ઓથોરિટીએ આદેશ આપ્યો હતો કે રોટલી પર તો 5 ટકા GST લાગશે પણ માલાબાર પરાઠા પર 18 ટકા લગાવવામાં આવશે. ત્યાની ઓથોરિટી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રોટલીને પહેલેથી જ બનાવી રાખવામાં આવે છે, જ્યારે પરાઠા તો ખાવા માટે પીરસતા પહેલા ગરમ બનાવવા પડે છે. રોટલીની વિરુદ્ધ પરાઠાને ખાવાલાયક બનાવવા માટે હજુ વધુ પ્રોસેસિંગ કરવાની જરૂર પડે છે. બેંગલોરની એક કંપનીએ અરજી દાખલ કરી હતી કે, ઘઉંમાંથી જ બનેલા પરાઠા અને માલાબાર પરાઠા પર સમાન GST લગાવવાનો આદેશ આપવામાં આવે.

ત્યાર પછી લોકોએ સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ બનાવ્યા હતા. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રોટલી અને પરાઠામાં અંતર છે. માટે રોટલી પર તો 5 ટકા GST લાગશે, પણ પરાઠા પર આ દર 18 ટકાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp