ક્યારેય ખાધા છે બ્રેડના ગુલાબ જાંબુ? જાણી લો તેની રેસીપી

PC: intoday.in

સામગ્રી:

  • છ બ્રેડની સ્લાઇસ
  • એક ચમચી મેંદો
  • એક ચમચી ઝીણી સોજી
  • ત્રણ ચમચી દૂધ
  • અડધી ચમચી એલચી પાઉડર
  • અડધી ચમચી દળેલી ખાંડ
  • એક ચમચી માવો
  • એક ચમચી ચારોળી
  • એક ચમચી કતરેલા પિસ્તાં
  • તળવા માટે તેલ

રીત:

  1. દળેલી ખાંડમાં માવો, ચારોળી અને એલચી મેળવી દો.
  2. બ્રેડને એક પ્લેટમાં ફેલાવી દૂધમાં પલાળી દો.પાંચ મિનિટ પછી બ્રેડને નિચોવી દો જેથી તેમાંથી દૂધ નીકળી જશે.
  3. ત્યારબાદ તેમાં મેંદો અને સોજી મેળવો. મિશ્રણ વધારે કડક ના થવું જોઇએ તેનું ધ્યાન રાખવું.
  4. ત્યારબાદ મિશ્રણની નાની નાની ગોળીઓ બનાવો. દરેક ગોળી વચ્ચે માવાનો મસાલો ભરી દો.
  5. ખાંડ અને પાણીની એક તારની ચાસણી બનાવી અલગ રાખો.
  6. હવે ગરમ તેલમાં મધ્યમ આંચ પર બ્રાઉન થાય સુધી તળો અને ગરમ ચાસણીમાં નાખી દો.
  7. 2થી3 કલાક ચાસણીમાં ગોળીઓ પલળવા દો. ગુલાબજાંબુ તૈયાર થઇ ગયા પછી તેને પિસ્તાની કતરણ વડે સજાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp