Recipe: ઘઉંના ફાડાની પેનકેક

PC: tarladalal.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ

¾ કપ ઘઉંના ફાડા

¼ કપ દહીં

½ કપ ઝીણી સમારેલી કોબીજ

1 ટે.સ્પૂન ઘઉંનો લોટ

1 ટે.સ્પૂન ચણાનો લોટ

1 ટી.સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

ચપટી હીંગ

મીઠું સ્વાદ પ્રમાણે

2 ટે.સ્પૂન કોથમીર

2 ટી.સ્પૂન તેલ

ગ્રીન ચટણી

બનાવવાની રીતઃ

એક બાઉલમા ઘઉંના ફાડાને 10-15 મિનિટ સુધી પલાળો. હવે પલળેલા ઘઉંના ફાડામાં દહીં અને પાણી મિક્સ કરી તેને મિક્સર ગ્રાઈન્ડરમાં ગ્રાઈન્ડ કરી લો. તૈયાર પેસ્ટને બાઉલમાં કાઢી તેમાં કોબીજ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મરચાંની પેસ્ટ, હીંગ, મીઠું, કોથમીર અને જરૂર મુજબ પાણી લઈ સરખી રીતે હલાવી લો. હવે એક નોન-સ્ટીક પેનમાં ખીરું પાથરી પેનકેક તૈયાર કરી લો. પેનકેકને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેલ નાખી થવા દો. બાકીની પેનકેક પણ આવી રીતે તૈયાર કરી લો. છેલ્લે પેનકેકને સર્વિંગ ડીશમાં કાઢીને ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.