Recipe: ચીઝ અને જેલેપેનો સ્ટફ કચોરી

PC: ndtv.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 40 મિનિટ

સામગ્રીઃ
500 ગ્રામ મેંદો
15 ગ્રામ અજમો
1/4 કપ તેલ
તેલ તળવા માટે
200 ગ્રામ મીઠું
100 ગ્રામ પનીર
50 ગ્રામ ચેડાર ચીઝ
50 ગ્રામ જેલેપીનો

બનાવવાની રીતઃ
એક બાઉલમાં મેંદો, અજમો  તેલ, મીઠું અને ગરમ પાણી લઈ લોટ બાંધી લો. હવે એક પેનમાં તેલ મૂકી અજમો તતડાવો. તેમાં પનીર, મીઠું અને લાલ મરચું પાવડર નાખી હલાવી લો. હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મૂકો. પછી તેમાં ચેડાર ચીઝ અને સમારેલા જેલેપીનો નાખો. હવે તૈયાર લોટના લુઆ કરી તેને હાથેથી થેપો. પછી લુઆની વચ્ચે પનીર અને ચીઝનું સ્ટફીંગ ભરી તેને કચોરી જેવો શેપ આપી દો. હવે આ તૈયાર કચોરીને તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધઈ તળો. કચોરી ઠંડી પડ્યા બાદ સર્વિંગ ડીશમાં કાઢી લીલી ચટણી અને આમલીની ચટણી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.