Recipe: કોર્ન પેટીસ

PC: theveglife.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 25 મિનિટ

સામગ્રીઃ

1 કપ બાફેલા અઝકચરા ક્રશ કરેલા મકાઈના દાણા

1 ટી.સ્પૂન તેલ

½ ટી.સ્પૂન આદુની પેસ્ટ

½ સમારેલું કેપ્સિકમ, ગાજર

2 ટે.સ્પૂન આખા મકાઈના દાણા

1 ટે.સ્પૂન કાજુની પેસ્ટ

1 ટે.સ્પૂન દ્રાક્ષ

4 સમારેલ લીલાં મરચાં

½ ટી.સ્પૂન આમચૂર પાવડર

1 ટી.સ્પૂન ચાટ મસાલો

½ કપ બ્રેડ ક્રમ્સ

2 બાફીને મેશ કરેલા બટાકા

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદુની પેસ્ટ નાખી 2 સેકન્ડ થવા દો. હવે તેમાં અધકચરા મકાઈની પેસ્ટ નાખીને 2 મિનિટ સુધી થવા દો. પછી તેમાં કેપ્સિકમ, ગાજર, આખા મકાઈના દાણા, કાજુ, લીલાં મરચાં, આમચૂર પાવડર, ચાટ મસાલો, બ્રેડ ક્રમ્સ અને બાફેલા બટાકા નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે હથેળીમાં તેલ લગાવી થોડું મિશ્રણ લઈ તેને પેટીસનો શેપ આકાર આપો. પછી તેને બ્રેડક્રમ્સમાં રગદોળી તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. પછી ગરમ ગરમ પેટીશને કેચઅપ સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.