ઘરે બનાવો સરળ રીતે પાણીપુરીની પુરી, જાણી લો રેસિપી

PC: food.ndtv.com

પાણીપુરીનું નામ સાંભળતાથી નાના બાળકોથી માંડીને મોટા સુધીના તમામના મોઢામાં પાણી આવી જાય છે. ચટપટી ખાટી મીઠ્ઠી પાણી પુરી ભાગ્યે જ કોઈને પસંદ હોતી નથી. પાણીપુરી લવરને રોજ તમે પાણીપુરી ખાવા માટે કહો તો તે ચોક્કસથી ના પાડશે નહીં. પરંતુ રોજ બહારની પાણીપુરી ખાવાનું તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેવામાં તમે તમારી આ ઈચ્છાને પૂરી કરવા માટે ઘરે પણ આ પુરી બનાવીને પાણીપુરીમી મજા માણી શકો છો.

તમે પણ ક્યારેક પુરી બનાવવાની ઘરે કોશિશ કરી હોય. પરંતુ ઘણી વખત લોકોને પાણીપુરીની પુરી બનાવવામાં ઘણુ મુશ્કેલી પડે છે. કોઈની પુરી ફૂલતી નથી તો કોઈની સોફ્ટ થઈ જતી હોય છે. તેવામાં પાણીપુરી ખાવાની બધા મજા બગડી જતી હોય છે. આથી લોકો ઘરે માથાકૂટ કરવાને બદલે તૈયાર મળતી પાણીપુરી લાવતા હોય છે. પરંતુ આજે અમે તમને જે રેસિપી બતાવશું તેને જો તમે એક વખત ઘરે ટ્રાય કરશો તો ચોક્કસથી બહાર જેવી જ પાણીપુરીની પુરી ઘરે બનશે અને તમે પાણીપુરીની પાર્ટી ઘરે ઈચ્છા થાય ત્યારે કરી શકશો.

પાણીપુરીની પુરી બનાવવાની રીત

સામગ્રીઃ

1 કપ સોજી

1 ટે. સ્પૂન મેંદો

ચપટી હીંગ

¼ ટે.સ્પૂન મીઠું

½ કપ પાણી

તળવા માટે તેલ

બનાવવાની રીતઃ

સૌથી પહેલા લોટ બનાવવા માટેની જરૂરી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી સોફ્ટથી મીડિયમ લોટ બાંધી લો. એકદમ સોફ્ટ લોટ રાખશો નહીં. થોડો કઠણ હોવો જોઈએ. આપણે સામાન્ય પુરીનો જે લોટ હોય તેના જેવો. હવે તેની મોટી રોટલી વણી લો પરંતુ ધ્યાન રાખો કે તે પાતળી હોવી જોઈએ જેથી તમારી પુરી કડક બને નહીં કે સોફ્ટ. હવે એક નાનકડું ઢાંકણું લઈને તેને ગોળ શેપ આપીને કાપી લો. બધી પુરીઓને તળતા પહેલા એક ભીના કરેલા

કપડાંમાં ઢાંકીને રાખો. હવે પેનમાં તેલ ગરમ કરી મોટા ગેસ પર દરેક પુરીને તળી લો. પછી ગેસ મધ્યમ કરી લો. જ્યારે પુરી ફૂલે તો તેને 2-3 મિનિટ માટે થોડી થવા દો. આમ કરવાથી તમારી પુરી ક્રિસ્પી બનશે. હવે મોટા વાસણમાં દરેક તળેલી પુરીને કાઢીને ઠંડી થવા દો. તો તૈયાર છે બહાર જેવી પુરી. તમે તેને વધારે માત્રામાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp