Recipe: મસુર દાલ અને પાલક ખિચડી

PC: tarladalal.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 15 મિનિટ

સામગ્રીઃ

½ કપ ચોખા

½ કપ મસુરની દાળ

1 કપ સમારેલી પાલક

1 ટે.સ્પૂન તેલ

1 ટી.સ્પૂન જીરુ

1 ટી.સ્પૂન લીલ મરચાંની પેસ્ટ

¼ ટી.સ્પૂન હળદર

½ કપ છોલેલા બટાકા

મીઠું સ્વાદ પ્રમાણે

દહીં

બનાવવાની રીતઃ

એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો. જીરું તતડી ગયા પછી તેમાં હીંગ, લીલા મરચાંની પેસ્ટ અને હળદર નાખી 2 સેકન્ડ સુધી હલાવો. પછી તેમાં પાલક અને બટાકા નાખી મધ્યમ તાપે થવા દો. પછી તેમાં પલાળેલા ચોખા અને મસુરની દાળ અને જરૂર મુજબનું પાણી નાખી 3 સીટી થવા દો. ખિચડીમાં તમે તમારી પસંદના શાકભાજી પણ ઉમેરી શકો છો. છેલ્લે તૈયાર થયેલી ખિચડીને સર્વિંગ બાઉલમાં કાઢી દહીં પાપડ અને અથાણાં સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.