Recipe: ઓટ્સ ખિચડી

PC: foodfood.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 10 મિનિટ

સામગ્રીઃ
1/3 કપ ક્વિક ઓટ્સ
 કપ મગની દાળ
1/2 ટી.સ્પૂન જીરું
1/2 ટી.સ્પૂન હળદર
1/4 ટે.સ્પૂન લાલ મરચું પાવડર
1 કાંદો સમારેલો
1 ટોમેટું સમારેલું
1 ગાજર સમારેલું
1 કપ વટાણા
3/4 ટી.સ્પૂન આદુની પેસ્ટ
1/2 ટી.સ્પૂન લીલા મરચાં
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 ટે.સ્પૂન ઓલિવ ઓઈલ
2.5 કપ પાણી

બનાવવાની રીતઃ
પ્રેસર કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નખી તે તતડે એટલે તેમાં કાંદો નાખો. કાંદો ગોલ્ડન કલરનો થાય એટલે તેમાં આદુની પેસ્ટ અને લીલા મરચાં નાખી 2 મિનિટ સાંતળો, હવે તેમાં બાકીના શાકભાજી અને ઓટ્સ અને દાળ નાખી 2 મિનિટ સાંતળવા મૂકો. છેલ્લે પાણી અને મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરી 3-4 વ્હીસલ થવા દો. થઈ ગયા પછી તેને સર્વિંગ ડીશમાં કાઢી ઉપરથી કોથમીર નાખી ભભરાવો. તૈયાર ખિચડીને દહીં સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.