ચાલો બનાવીએ દાળ ઢોકળીનું નવું વર્ઝન

PC: blogspot.com

ચાલો બનાવીએ દાળ ઢોકળીનું નવું વર્ઝન
આપણે સૌએ આપણી ગુજરાતની સ્પેશિયલ વાનગી દાળ-ઢોકળી તો ચાખી જ હશે. હવે આ દાળ-ઢોકળીનું નવું વર્ઝન ટ્રાઈ કરો. પણ પહેલા LIKE અને SHARE કરતા જજો હો ….!!!!

સામગ્રી:

  • બાફેલ તુવેરદાળ : 1 કપ
  • મીઠું, હળદર : સ્વાદ પ્રમાણે
  • પાણી : 8 ગ્લાસ

ઢોકળી માટે :

  • ઘઉંનો લોટ : 3/4 કપ
  • ચણાનો લોટ : 2 ટે.સ્પુન
  • હળદર : 1/2 ટી.સ્પુન
  • લાલમરચું પાવડર : 1 ટી.સ્પુન
  • અજમા : 1 ટી.સ્પુન
  • મીઠું : જરૂર પ્રમાણે
  • તેલ નું મોણ : 2 ટે.સ્પુન

સ્ટફિંગ માટે :

  • છીણેલું પનીર : 2 ટે.અપુન
  • કાજુ, કીસમીસ : 2 ટે.સ્પુન
  • વરીયાળી પાવડર : 1 ટે.સ્પુન
  • ઝીણા સમારેલ લીલા મરચા : 2 નંગ
  • આદુ : 1 નાનો ટુકડો
  • કોથમીર : 2 ટે.સ્પુન
  • મીઠું : જરૂર પ્રમાણે

વઘાર માટે:

  • ઘી : 2 ટી.સ્પુન
  • તેલ : 1 ટી.સ્પુન
  • મેથીનો મસાલો : 1/2 ટી.સ્પુન
  • રાઈ, જીરૂ : 1 ટી.સ્પુન
  • હિંગ : ચપટી
  • આખા લાલ મરચા : 2 નંગ
  • લવિંગ : 4 નંગ
  • તજ : નાનો ટુકડો
  • ટામેટાની ગ્રેવી : 1 નંગ ટામેટાની
  • લીમડો : 8 થી 10 પાન
  • લીલા મરચા : 3 નંગ
  • આદુ : 1 ટુકડો
  • શીંગ દાણા : 2 ટે.સ્પુન

રીત :-

  • ઘઉં નાં લોટમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, અજમા, બધું જ મિક્સ કરી રોટલી જેવો ઢીલો લોટ બાંધવો. તેલ નાખી સરખી રીતે કુણવી લેવો. હવે લોટને 10-15 મિનીટ રેસ્ટ આપવો.
  • હવે એક મોટી કડાઈમાં તુવેરદાળ માં બ્લેન્ડર ફેરવી દાળ ઉકાળવી. દાળમાં મીઠું, હળદર નાખવા. ત્યારબાદ સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી મિક્સ કરી ઢોકળીનાં લોટની પૂરી બનાવી તેમાં આ તૈયાર સ્ટફિંગ ભરવું. હવે તેને કચોરી જેવો શેપ આપી ઉકળતી દાળમાં આ કાચોરીને નાખવી. આ રીતે બધી જ કચોરી તૈયાર કરી દાળમાં નાખવી. 15 મિનીટ ઉકાળી વઘાર કરવો.
  • તેના માટે અન્ય એક કડાઈમાં તેલ, ઘી નો વઘાર કરવો. તેમાં આખા લાલ મરચા, તજ, લવિંગ, રાઈ-જીરૂ, હિંગ, લીમડો, લીલા મરચા, આદુ, શીંગ દાણા, ટામેટાની ગ્રેવી, બધું જ નાખી વઘાર કરવો. તેને દાળમાં નાખવો. ફરીવાર 10 મિનીટ ઉકાળી છેલ્લે ૨ ટી.સ્પુન ખાંડ તેમજ 1 નંગ લીંબુનો રસ નાખવો. હવે નીચે ઉતારી સર્વિંગ પ્લેટ માં લઇ, કોથમીર, તળેલા કાજુ, કીસમીસ, તેમજ ઘી નાખી ડેકોરેટ કરી સર્વ કરવી. તો તૈયાર છે આપણી ટ્રેડીશનલ દાળ-ઢોકળીનું એક નવું વર્ઝન-ROYAL STUFFED DAAL-DHOKLI.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp