એશિયાની બધી જ કરન્સી પર ભારી પડ્યો ભારતીય રૂપિયો, સામાન્ય માણસો પર થશે આ અસર

PC: assettype.com

દુનિયાભરની મોટી અર્થવ્યવસ્થાની કરન્સીની સરખામણીમાં ભારતીય રૂપિયામાં જોરદાર તેજી આવી છે. અમેરિકી ડૉલરની સરખામણીમાં ડિસેમ્બરમાં તે એક ટકા કરતા વધુ મજબૂત બન્યો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ દરમિયાન એશિયાની મોટી અર્થવ્યવસ્થાઓની કરન્સીમાં ભારતીય રૂપિયાએ સૌથી વધુ મજબૂતી દર્શાવી છે. જોકે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતીય રૂપિયો 1 ટકા કરતા વધુ નબળો પડ્યો હતો. જણાવી દઈએ કે, ભારતીય રૂપિયાની મજબૂતીની સીધી અસર પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થાય છે. કારણ કે, ભારત પોતાની જરૂરિયાતનો 80 ટકા હિસ્સો વિદેશોમાંથી ખરીદે છે. આવામાં ભારતીય ઓઈલ કંપનીઓએ વિદેશોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ઓછાં ડૉલર ખર્ચવા પડશે. જેનો સીધો ફાયદો ઘરેલૂં ગ્રાહકોને પણ મળશે.

રિપોર્ટ અનુસાર, ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતીય રૂપિયો સૌથી વધુ નબળો પડ્યો હતો. પરંતુ કોર્પોરેટ ટેક્સ ઘટાડા બાદ વિદેશી નિવેશકોએ શેર બજારમાં મોટાપાયે રોકાણ કર્યું છે. જેનો ફાયદો રૂપિયાને મળ્યો છે. છેલ્લાં એક મહિનામાં અમેરિકી ડૉલરની સરખામણીમાં ભારતીય રૂપિયો 72.15થી મજબૂત થઈને 71.16ના સ્તર પર પહોંચી ગયો છે.

સામાન્ય માણસો પર શું થશે અસર

  • ભારત પોતાની જરૂરિયાતના આશરે 80 ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટ આયાત કરે છે.
  • રૂપિયામાં મજબૂતીને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત સસ્તી થઈ જશે.
  • ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડિઝલની ઘરેલૂં કિંમતોમાં ઘટાડો કરી શકે છે.
  • ડિઝલના ભાવ ઘટશે તો માલની આયાત-નિકાસ વધી જશે, જેને કારણે મોંઘવારીમાં ઘટાડો થઈ શકે છે.
  • આ ઉપરાંત, ભારત મોટાપાયે ખાદ્ય તેલો અને દાળોની પણ આયાત કરે છે.
  • રૂપિયામાં મજબૂતી આવવાને કારણે ઘરેલૂં બજારમાં ખાદ્ય તેલો અને દાળોની કિંમતો ઘટી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp