સાબરમતી જેલના ભજીયા બન્યા આકર્ષણનું કેન્દ્ર

PC: khabarchhe.com

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં સાબરમતી સેન્ટ્રલ જેલના ભજીયા આકર્ષણરૂપ બન્યા છે. જેલની સજા ચાલુ હોવા છતાં કેદીઓ અહીં કોઈપણ જાતની હાથકડી કે બંધન વગર ખુલ્લામાં ચટાકેદાર ભજીયા તૈયાર કરી રહ્યાં છે તેમજ કેદીઓએ બનાવેલાં ભજીયા મેળામાં આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

સોમનાથ મહાદેવ કાર્તિક પૂર્ણિમાના ભવ્ય મેળાનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં ગુજરાત રાજ્ય જેલ તંત્ર દ્વારા શરૂ કરાયેલાં સાબરમતી જેલના ભજીયાનો સ્ટોલ લોકોનું આકર્ષણ અને ભીડ જમાવે છે. રાજ્ય અધિક ડી જી અને જેલ સુધારણા વહીવટદાર મોહન ઝાના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ જેલના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેન્દ્ર શર્મા તેમજ રાજકોટ સેન્ટ્રલ જેલના ફેક્ટરી મેનેજર ASI પરમારની દેખરેખ હેઠળ સોમનાથના કાર્તિક પૂર્ણિમાના આ મેળામાં કુલ 9 કેદીઓ આ અભિનવ પ્રયોગમાં ભાગ લઈ રહ્યાં છે. જેમાં અમદાવાદના 4 કેદી અને રાજકોટના 5 કેદીનો સમાવેશ થાય છે. આની કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી.

આ મેળામાં કુલ 10નો સ્ટાફ આવેલો છે. જેમાં ફેક્ટરી મેનેજર 1, સુબેદાર 1, હવાલદાર 3, સિપાઈ 1, વિવિંગ આસિ. 1, ડ્રાઈવરનો સમાવેશ થાય છે. રાજકોટ જેલના સુપ્રિ. ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ અનેક વિધ કેદી સુધારણા પ્રવૃતિઓ રાજકોટમાં ચાલી રહી છે. જેમાં જેલની ગૌશાળામાં વર્મી ખાતર ઉત્પાદન શરૂ કરાયું છે. ઉપરાંત વણાટ, સુથારીકામ, દરજીકામ, ધોબીકામ, બેકરી વગેરે ઉદ્યોગ જેલમાં સજા પામેલાં કેદીઓને જેલમાં શીખવાડાય છે. જેથી જ્યારે તેમની સજા પૂરી થાય, ત્યારે સમાજમાં સ્વમાનભેર રહી શકે છે અને અહીં મેળવેલી તાલીમ તેમને આર્થિક સ્વાવલંબન બનાવી સમાજ રાષ્ટ્રના મૂળ પ્રવાહમાં પૂર્વે તે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તેવા અમારા પ્રયાસ હોવાનું ધર્મેન્દ્ર શર્માએ Khabarchhe.comને જણાવ્યું હતું.

સામાન્ય રીતે લોકો જેલના કેદીઓના નામથી ડરી જતાં હોય છે પરંતુ સોમનાથના મેળામાં તો કાચા અને પાકા કામના કેદીઓ દ્વારા ના કોઈ હાથકડી કે ના કોઈ પહેરેદારી. સામાન્ય માનવીની જેમ સ્વાદિષ્ટ મેથીના ગોટા કેદીઓ બનાવે છે અને લોકો પણ મોટી સંખ્યામાં આનો સ્વાદ માણી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp