કુદરતનો ચમત્કાર તો જુઓ, એક મહિલાએ અડોપ્ટ કરેલા બે બાળકો નિકળ્યા ભાઈ-બહેન

PC: scoopwhoop.com

ચમત્કાર શબ્દ ફક્ત ફિલ્મો અને ટીવી સીરિયલમાં જ સાંભળવા નથી મળતો પરંતુ અસંખ્ય વખત આ શબ્દ આપણે વાસ્તવિક જીવનમાં પણ સાંભળીએ છીએ. આવી જ એક ચમત્કારની વાર્તા યુએસએના કોલોરાડો રાજ્યમાંથી પણ સાંભળવા મળી છે. આ વાર્તા છે બે બાળકોની માતા કેટી પેગની. કેટી એક સિંગલ મધર છે. જે બાળકોની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. 30 વર્ષની ઉંમરમાં પતિ સાથે અલગ થયા બાદ કેટીએ પોતાની જોબ બદલી, નવું ઘર લીધું અને બે બાળકોની માતા બની શરૂ કર્યું પોતાનું જીવન.

કેટીના હાન્નાહ અને ગ્રેસન નામના બે બાળકો છે. જે તેણે દત્તક લીધા છે. આ બાળકોની ખાસ વાત એ છે કે આ બંને બાળકોએ એક જ માતાના ખોળેથી જન્મ લીધો છે અને આ વાત કેટીને આશ્ચર્ય પમાડે એવી હતી. 2016માં કેટીને અનાથાલયમાંથી એક ફોન આવે છે. જેમાં તેને ખબર પડે છે કે નજીકની હોસ્પિટલમાં કોઈ ચાર દિવસનું બાળક મૂકીને જતું રહ્યું છે. એક મિનિટનો પણ વિચાર કર્યા વગર કેટી તે બાળકને પોતાના ઘરે લઈ આવી. 11 મહિના સુધી કેટીએ ગ્રેસનના સાચા માતા-પિતાની આવવાની રાહ જોઈ પરંતુ કોઈ લેવા ન આવ્યું. ત્યારબાદ અદાલતે સંપૂર્ણરૂપે ગ્રેસનની જવાબદારી કેટીને સોંપી દીધી.

કુદરતનો ચમત્કાર તો જુઓ ગ્રેસનની જવાબદારી લીધાના ફક્ત 2 અઠવાડિયા બાદ જ કેટીને ફરી એક ફોન આવે છે. આ વખતે તેને ખબર પડે છે કે કોઈ હોસ્પિટલમાં એક છોકરીને છોડીને જતું રહ્યું છે. અગાઉની જેમ આ વખતે પણ કેટી આગળ આવી અને તેણે હાન્નાહ નામની બાળકીને અપનાવી લીધી.

તે સમયે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતા સમયે કેટીને ખબર પડી કે હાન્નાહ અને ગ્રેસનની માતા એક જ છે. ત્યારબાદ કેટીએ તે મહિલાને મળવાનો નિર્ણય કર્યો અને તે મળી પણ ખરી. આ બંને છોકરાઓની સાચી માતાએ જણાવ્યું કે હાન્નાહના જન્મ પહેલા તેમણે એક દીકરાને જન્મ આપ્યો હતો. આમ, નસીબથી તરછોડાયેલા બંને ભાઈ-બહેન એક જ ઘરમાં આવ્યા અને ખરેખર કુદરતનો આ ચમત્કાર તેમના માટે નસીબદાર સાબિત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp