લોકડાઉનમાં 1 કરોડથી વધુ મરઘી દફન કરી દેવાતા ઈંડાના ભાવ આસમાને

PC: kslnewsradio.com

કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન લોકડાઉનમાં હરિયાણાના પોલ્ટ્રી ફાર્મના માલિકોએ લગભગ એક કરોડ મરઘીઓ દફનાવી દીધી હતી. એ કારણે હવે ઈંડાના ભાવમાં વધારો થયો છે. શિયાળો આવવાનો છે. એ સમય દરમિયાન ઈંડાઓનો ઉપયોગ વધી જશે. તેનાથી ઈંડાના ભાવમાં હજુ વધારો થશે. વર્તમાનમાં હરિયાણામાં લગભગ 2 કરોડ મરઘીઓ છે, જ્યારે લોકડાઉન પહેલા તેની સંખ્યા લગભગ 3 કરોડ હતી, પરંતુ લોકડાઉન દરમિયાન ઈંડાનું વેચાણ ન થવાના કારણે અને ફીડ ન મળવાના કારણે મજબૂર થઈને મરઘી પાલકોએ લગભગ 1 કરોડ મરઘીઓ જીવતી દફનાવી દીધી હતી.

જો લોકડાઉન પહેલા ઈંડાના ભાવ પર નજર નાંખીએ તો ફેબ્રુઆરી-માર્ચમાં ઈંડા દીઠ જથ્થાબંધ 3.30 રૂપિયામાં ઈંડા મળતા હતા. જે હવે 6 રૂપિયા નજીક પહોંચી ગયા છે. રિટેલમાં 30 ઈંડાની ટ્રે 165 રૂપિયામાં આપવામાં આવી રહી છે. રાજ્યમાં મોટા ઈંડાના વેપારી રાજૂ મોર કહે છે કે, હરિયાણાથી રોજ બેથી સવા બે કરોડ ઈંડાનો પુરાવઠો પૂરો પાડવામાં આવે છે. ઈંડાનો પુરવઠો ઉત્તર પ્રદેશ, બિહાર અને પૂર્વોત્તરના પ્રદેશો આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ જેવામાં થાય છે. નવા ફાર્મ શરૂ કરવામાં ઘણો ખર્ચો છે. તેના કારણે અત્યારે ઈંડાના ભાવમાં ઘટાડો નહીં થાય.

દેશભરમાં 24 માર્ચે લોકડાઉન થયું હતું અને 30 મે સુધી લોકો ઘરોમાં રહ્યા હતા. આ કારણે ઈંડાનું વેચાણ બંધ થઈ ગયું હતું. ટ્રાન્સપોર્ટ બંધ થવાથી લેયર ફાર્મ એટલે કે ઈંડા ફાર્મો પર ફીડ (મરઘીઓના ભોજન)નો ઘટાડો થઈ ગયો હતો. લેયર ફાર્મોથી કોઈ એક રૂપિયામાં ઈંડુ ઉપાડવા પણ રાજી નહોતું. તેનાથી મરઘી પાલકોને સતત નુકસાન થઈ રહ્યું હતું. નુકસાનથી બચવા માટે હરિયાણામાં જ મરઘી પાલકોએ લગભગ 1 કરોડ મરઘીઓને જીવતી દફનાવી દીધી હતી અથવા તો નજીવી ભાવે વેચી દીધી હતી. રાજ્યમાં લગભગ 25 ટકા પોલ્ટ્રી ફાર્મ બંધ થઈ ગયા હતા.

તો બીજીબાજુ લોકડાઉન પૂરું થાય બાદ જિમ ખૂલવા અને ગરમી ઓછી થવાથી ઈંડાની માંગ વધી છે. સંક્રમણથી બચવા માટે લોકો ઈંડાનો ઉપયોગ કરી રહ્યા છે. એક્સર્સાઈઝ કરનારા યુવાનો પણ તેને પ્રાથમિકતા આપી રહ્યા છે, કેમકે ઇંડામાં ભરપૂર પ્રોટીન હોય છે.

ઈંડાના જથ્થાબંધ ભાવમાં વર્ષ 2018માં ઘણો વધારો થયો હતો અને એક ઈંડું સાડા પાંચ રૂપિયામાં વેચાવા લાગ્યું હતું. પરંતુ આ રેટ 7-8 દિવસ જ ટક્યા. ત્યારબાદ પહેલીવાર જથ્થાબંધ ઈંડાનો ભાવ પાંચ રૂપિયાથી ઉપર ગયો છે. શુક્રવારે ઈંડા જથ્થાબંધમાં 5.10 રૂપિયાથી લઈને 5.60 રૂપિયા સુધીના ભાવે વેચાયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp