મજબૂત હાડકાં બનાવવા માટે ખાઓ આ સુપર ફુડ્સ

PC: youtube.com

જ્યારે હાડકાંની મજબૂતી અંગેની વાત આવે છે તો તેના માટે બે વસ્તુ ખુબ જ જરૂરી છે અને તે છે કેલ્શિયમ અને વિટામી ડી. કેલ્શિયમ હાડકાંને સપોર્ટ કરે છે, જ્યારે વિટામીન ડી કેલ્શિયમને પોષણ આપે છે, જેથી હાડકાં મજબૂત થાય. હાડકાંની મજબૂતી માટે જો આ સુપર ફુડ્સને તમારા ડાયેટમાં સામેલ કરશો તો તમને કોઈ સમસ્યા નહીં આવશે.

લીલાં શાકભાજી

હાડકાંની મજબૂતી માટે લીલા શાકભાજી ઘણા મહત્વના છે. પાલક, મેથી, કોબીજ અને બ્રોકલી જેવા લીલા શાકભાજીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોવાને લીધે કે હાડકાંને મજબૂત બનાવે છે.

નટ્સ

બદામ અને સીંગદાણામાં પોટેશિયમ હોય છે, જે પેશાબ દ્વારા કેલ્શિયમની કમીને રોકવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટીક એસિડ હોવાને લીધે તે હાડકાંને મજબૂત બનાવે છે.

કેળા

કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશીયમ હોય છે. આ ત્રણે પોષક ત્તત્વો હાડકાંની મજબૂતી માટે ઘણા જરૂરી છે. તેને રોજ ખાવાથી તમારા હાડકાં મજબૂત થાય છે.

સંતરા

સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં આવેલું છે અને જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. વિટામીન સી કેલ્શિયમની માત્રા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ સિવાય તમે દૂધ અને તેની બનાવટોને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. દૂધમાં અને તેની બનાવટની વસ્તુ જેવી કે દહીં, પનીર, ચીઝમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોવાને લીધે તે હાડકાંને મજબૂત રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp