અમદાવાદીઓ તમે પણ શૌચાલયમાં બનેલી રસ મલાઈ તો નથી ખાતાને?, જુઓ વીડિયો

PC: dainikbhaskar.com

બજારમાં મળતી પાણીપુરીનું પાણી ગટરના પાણીમાંથી અને ટોયલેટમાંથી પાણી ભરીને બનાવામાં આવતું હોવાના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે હવે મીઠાઈ શૌચાલયમાં બનાવવામાં આવતો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વીડિયો અમદાવાદનો છે અને વીડિયો વાયરલ થયા પછી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ બનાવતી ડેરીને માત્ર 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયામાં શૌચાલયમાં રસ મલાઈ બનાવતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ થયેલો વીડિયો અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગોપી સ્વીટ માર્ટનો હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ થયેલા વીડિયોની સાથે લખાણ લખવામાં આવ્યું છે કે, મીઠાઈ ખાવાના શોખીન છો, તો જૂઓ અમદાવાદની પ્રખ્યાત ગોપી સ્વીટ રસ મલાઈની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે. આ જરા ધ્યાનથી જુઓ અને સાંભળજો પછી નક્કી કરજો કે, તમને આપવામાં આવતી મીઠાઈ કેવી રીતે બને છે. આ વીડિયો રજૂ કરવાનો ઉદેશ્ય માત્ર જાગૃતતા માટેનો છે અને હાં, દુકાનના માલિક મહાશયે એવી ધમકી આપી કે, થાય એ કરી લેજો.

આ આંખ ઉઘાડનાર વિડીયો છે અમદાવાદના પાલડી, ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા મંગલતીર્થ કોમ્પલેક્ષ માં આવેલી ગોપી સ્વીટ...

Posted by Abhilash Ghoda on Friday, 17 January 2020

આ વાયરલ થયેલો વીડિયો અભિલાષ ઘોડા નામના વ્યક્તિએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર અપલોડ કરીને લખ્યું છે કે, 'આ આંખ ઉઘાડનાર વીડિયો છે અમદાવાદના પાલડી, ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા મંગલતીર્થ કોમ્પલેક્ષમાં આવેલી ગોપી સ્વીટ માર્ટનો.

લોકો અહીં ગુણવત્તાસભર મીઠાઇ ખરીદવા લાઈનો લગાડે છે. પરંતુ તેની વરવી બાજુ આ વીડિયોમાં તમે જોઇ શકો છો. કોમ્પ્લેક્ષના જ જાહેર શૌચાલયની બાજુમાં આ મીઠાઇ બનાવવામાં આવે છે.'

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp