Swiggyએ જણાવ્યું આ વર્ષે ભારતીયોએ કઈ ડીશ સૌથી વધુ ઓર્ડર કરી

PC: twitter.com

જબ તક રહેંગે સમોસે મેં આલૂ.. આ સોંગ તમે ફિલ્મમાં જરૂર સાંભળ્યું હશે અને હકીકતમાં સમોસાનું નામ સાંભળીને કોઈ પણ ભારતીયના મોઢામાં પાણી આવી જવું સ્વાભાવિક છે. તે આપણાં દેશની આન બાન શાન છે તમે રોજ વિદેશી સ્નેક્સ અને વ્યંજન ટ્રાઇ કરી લો પરંતુ સમોસાને કોઈ પછાડી શક્યું નથી. આ વર્ષે પણ સમોસા ભારતીય લોકોની સૌથી ફેવરિટ સ્નેકની લિસ્ટમાં નંબર વન પર આવે છે. ફૂડની ઓનલાઇન ડિલિવરી કરનારી સ્વિગીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે આ વર્ષે ભારતીય લોકોએ સ્નેક્સ તરીકે સૌથી વધારે સમોસા ઓર્ડર કર્યા.

સ્વિગીનો વર્ષ 2021નો રિપોર્ટ કહે છે કે સૌથી વધારે ઓર્ડર કરનારી આઇટમમાં આ વખત પણ બિરયાની નંબર વન રહી અને મીઠાઈમાં ગુલાબ જાંબુએ કોઈને ટકવા ન દીધા. સ્વિગીના રિપોર્ટ મુજબ કંપનીએ આ વર્ષે બિરયાની દરેક મિનિટ પર 115 ઓર્ડર રીસિવ કરી. ભોજન બાદ મોઢું મીઠું કરવાનો આપણો શોખ જ નહીં રિવાજ છે અને આ રિવાજને કાયમ રાખ્યો છે ગુલાબ જાંબુએ, મીઠાઈમાં સૌથી વધારે ગુલાબ જાંબુના ઓર્ડર રીસિવ કરવામાં આવ્યા અને બીજા નંબર પર રસ મલાઇનું નામ આવ્યું.

સ્વિગીની છઠ્ઠી વાર્ષિક સ્ટેટઈટસ્ટિક્સ રિપોર્ટ મુજબ વર્ષ 2021મા સ્નેક્સમાં બટેટાવાળા સમોસા ટોપ પર રહ્યા છે. સ્નેકમાં સમોસા બાદ ભારતીય લોકોએ ફેવરિટ રહેલી પાવભાજી રહી.

આ વર્ષે સ્વિગી એપ પર પાવભાજીના 21 લાખ ઓર્ડર મળ્યા. ગુલાબ જાબુના 21 લાખ ઓર્ડર મળ્યા. સમોસાના લગભગ 50 લાખ ઓર્ડર કર્યા.  સ્વિગીનો રિપોર્ટ કહે છે કે રાતે 10 વાગ્યા બાદ સૌથી વધારે ઓર્ડર ગાર્લિક બ્રેડના આવ્યા. રાતે ચીઝ ગાર્લિક બ્રેડના સૌથી વધારે રોડર ચીઝ ગાર્લિક બ્રેડ, પોપકોર્ન અને ફ્રેંચ ફ્રાઈઝના રીસિવ કરવામાં આવ્યા.

સમયની વાત કરવામાં આવે તો સાંજે 7 વાગ્યાથી રેટ 9 વાગ્યા વચ્ચે સૌથી વધારે લોકોએ ઓર્ડર કર્યા અને આ સમયે કંપની માટે સૌથી બિઝી શેડ્યૂલ રહ્યો. ભારતીય લોકો માત્ર ભોજન માટે જ નહીં શાકભાજીઓને પણ ઓર્ડર કરી. ઇન્સ્ટામાર્ટ દ્વારા 2021મા ફળ અને શાકભાજીઓના 2.8 પેકેજ્ડ ડિલિવરી પૂરી કરી. તો ટામેટાં, કેળાં, કાંદા, બટેટા અને લીલા મરચાં ટોપને સૌથી વધારે ઓર્ડર કર્યો. પેકેજ્ડ ફૂડમાં જોઈએ તો વર્ષ 2021 દરમિયાન સ્વિગીએ ઇન્ટેન્ટ નૂડલ્સના 14 લાખ પેકેટ, ચોકલેટના 31 લાખ પેકેટ અને આઇસ્ક્રીમના 23 લાખ ટબનો ઓર્ડર કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp