આ 5 ટેસ્ટી ફૂડ્સ જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે છે શ્રેષ્ઠ

PC: goredforwomen.org

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા આજે ખૂબ સામાન્ય બનતી જાય છે. પહેલાં આ પુખ્ત વયની લોકોની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે 30 વર્ષની આસપાસના લોકોને પણ આ સમસ્યા જોવા મળે છે. તેમાં કોઈ શંકા નથી કે આપણી બદલાયેલી જીવનશૈલી અને ખોરાક આ માટે જવાબદાર છે. પરંતુ કેટલાક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખોરાક પણ છે, જે હાયપર ટેન્શન, સ્ટ્રોક, કિડની રોગ જેવા રોગો સામે રક્ષણ આપે છે અને સ્વાદે પણ સ્વાદિષ્ટ હોય છે.

ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટનું નામ આ યાદીમાં સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે પરંતુ ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે ડાર્ક ચોકલેટ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. નિયમિત ચોકલેટની તુલનામાં ડાર્ક ચોકલેટમાં 60% જેટલા કોકો સ્લાઇડ્સ છે. તેની વિશેષતા એ છે કે તે હાયપરટેન્શન અને પ્રો-હાયપરટેન્શન સાથે લડી રહેલા લોકોને બ્લ્ડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે મદદ કરે છે.

બેરી
સ્ટ્રોબેરી, ક્રેનબેરી, બ્લેકબેરી જેવા સ્વાદિષ્ટ ફળ જોઈને કોના મોંમાં નથી આવતું! આ ટેસ્ટી બેરી આપણા હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં ખૂબ મદદ કરે છે. તેથી હવે તમારે ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ તેનાં રસ ઝરતાં ફળો ખાવા જોઇએ.

કેળા પણ છે શ્રેષ્ઠ
તમને ખરેખર સાંભળીને આશ્ચર્ય થશે કે સુગરથી ભરેલા કેળા કેવી રીતે બ્લડ પ્રેશરમાં કારગર સાબિત થાય છે? કેળામાં ઘણાં પોટેશિયમ હોય છે, જે હાયપરટેન્શનના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. પોટેશિયમ આપણા લોહીમાં સોડિયમની માત્રા ઘટાડીને રક્ત વાહિનીઓમાં ઉત્પન્ન થતા તાણને ઘટાડે છે. આ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

લાલ રંગનું બીટ
દરેકને બીટનો સ્વાદ પસંદ આવે તે જરૂરી નથી પરંતુ તેનો લાલ રંગ અને સુગંધ દરેકને આકર્ષે છે. જો તમને બીટ ખાવા પસંદ નથી, તો પછી તમે તેની વિશેષતાઓ જાણ્યા પછી તેને ખાવાનું શરૂ કરી દેશો. બીટમાં નાઇટ્રિક ઓકસાઈડ વિપુલ માત્રામાં હોય છે, જે રક્ત વાહિનીઓને ખોલવામાં મદદ કરે છે અને લોહીનો પ્રવાહ જાળવી રાખે છે. આ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે છે.

લીલી શાકભાજી
લીલી શાકભાજી આપણી કિડનીને ખૂબ મદદ કરે છે. આમાં હાજર પોટેશિયમ યુરિન દ્વારા સોડિયમને શરીરની બહાર કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp