રેસ્ટોરાં સ્ટાઈલની સબ્જી તવા પનીર મસાલા બનાવો ઘરે

PC: searchaboutindia.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 25 મિનિટ

સામગ્રીઃ

1 ટે.સ્પૂન બટર

1 ટી.સ્પૂન અજમો

1 ઝીણો સમારેલા કાંદો

1 ટી.સ્પૂન આદુની પેસ્ટ

1 સમારેલું લીલું મરચું

2 સ્પ્રીંગ ઓનીયન

1 ટી.સ્પૂન આમચૂર પાવડર

1 ટી.સ્પૂન ધાણાજીરું અને જીરું પાવડર

1 ટી.સ્પૂન કાશ્મીરી લાલ મરચું

1 ટે.સ્પૂન ફ્રેશ ક્રીમ

ચપટી તજનો પાવડર

મીઠું જરૂર પ્રમાણે

250 ગ્રામ પનીર ટુકડામાં કાપેલા

બનાવવાની રીતઃ

એક પેનમાં બટર નાખી તેમાં અજમો થયા પછી કાંદા નાખી સાંતળવા મૂકો. કાંદા થઈ ગયા પછી તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલું મરચું, સ્પ્રીંગ ઓનીયન, આમચૂર પાવડર, ધાણાજીરું-જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને ટામેટાની પ્યૂરી નાખીને 2-3 મિનિટ સુધી થવા દો. ટામેટા સોફ્ટ થાય અને તેલ છૂટું પડે પછી તેમાં ફ્રેશ ક્રીમ નાખીને સરખી રીતે હલાવી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેમાં તજનો પાવડર અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં પનીરના ટુકડાને નાખીને પનીર સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દો. છેલ્લે ગરમ ગરમ પ્લેટમાં કાઢી નાન અથવા બટર રોટી સાથે સર્વ કરો.

    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.