...તો ગુજરાતમાં દૂધની કટોકટી સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે

PC: indianexpress.com

ગુજરાતના માલધારી સમાજની માગણી પ્રમાણે રાજ્ય સરકારે છેલ્લા 15 દિવસમાં ઢોર નિયંત્રણ વિધેયક રદ નહીં કતાં માલધારી સમાજ ફરી આંદોલનના મૂડમાં આવી ગયો છે. આ સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો છે કે સરકારે ખાતરી આપ્યા પછી પણ વિધેયક રદ થયું નથી તેથી સરકાર સામે અમારો વિરોધ ચાલી રહશે. આ સમાજે પત્રિકા યુદ્ધ કરી દૂધ બંધ કરવાની ચિમકી પણ આપી છે.

માલધારી મહાપંચાયતે ગાંધીનગરના ઝાંક ગામમાં એક બેઠક યોજી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્યો રધુ દેસાઇ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તેમજ મહાપંચાયત આંદોલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આગેવાનોએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ખાતરી આપ્યા પછી ઘણો સમય વિતી ગયો છતાં વિધેયક રદ થયું નથી તેથી અમે અમારૂં આદોલન ફરી શરૂ કરી રહ્યાં છીએ.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ઢોર નિયંત્રણ વિધેયકના વિરોધની પત્રિકા તૈયાર કરી 11 થી 18મી મે દરમ્યાન રાજ્યમાં લોકોના ધરે પહોંચાડાશે. 20 થી 30 મે દરમ્યાન રાજ્યના તમામ ધારાસભ્યોનું લેખિતમાં સમર્થન મેળવવામાં આવશે. ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોનું પણ સમર્થન મેળવવાનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં દૂધ બંધ કરી દેવાશે અને રાજ્યભરની ગાયોને ગાંધીનગરમાં લાવવામાં આવશે. રધુ દેસાઇએ કહ્યું હતું કે સરકારે અમને આંદોલન નહીં કરવાની વિનંતી કરી હતી અને વિધેયક રદ કરવાની ખાતરી આપી હતી. અમે સરકારનું માન જાળવ્યું છે પરંતુ સરકાર અમારૂં માન જાળવતી નથી. અમે ધારાસભ્યો તેમજ મુખ્યમંત્રીના ધેરાવના કાર્યક્રમો આપતાં ખચકાઇશું નહીં.

બેઠકમાં ઉપસ્થિત રહેલા સમિતિના પ્રવક્તા નાગજી દેસાઇ કહે છે કે વિધેયક રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમે અમારા ભાવિ કાર્યક્રમો ઘડી નાંખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp