ઉત્તરાયણમાં હવે તમારા ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ઉધિયું

PC: youtube.com

ઉધિયું પરંપરાગત રીતથી માટલામાં બનાવામાં આવે છે, જે સૌ કોઇની સ્વાદિષ્ટ વાગની પણ બની ચુકી છે. મસાલો તૈયાર કરી કેટલીક શાકભાજીમાં ભરવામાં આવે છે અને કેટલીક શાકભાજીને સમારી મસાલો ભરીને મટકામાં કેળાના પાડદા રાખી શાકભાજીનુ પોટલુ બનાવી અથવા પાદડામાં લપેટી, માટલામાં ભરવામાં આવે છે. શાકભાજીના ઉપર આંબાના પાદડા મુકી માટલાનું મોંને પેક કરી દેવામાં આવે છે.  જે બાદ જમીનમાં ખોડો ખોદી તેમાં આગ સળગાવે છે, શાકભાજી ભરેલા માટલાને ઉટલું રાખે છે, ઉધિયું મતલબ કે ઉટલું માટલાની અંદર શાકભાજી 1-2 કલાક ધીમે-ધીમે ચઢતુ રહે છે. માટલામાંથી શાકભાજી નીકાળી ગરમા-ગરમ પીરસવામાં આવે છે

ઉધિયું ચટણી સાથે સેવ ઉમેરી ખાય શકાય છે, ઉધિયુંને પરાઠા અને પૂરી સાથે પણ ખાવામાં આવે છે. પરંતુ આજ કાલ ઉધિયું કુકરમાં પણ બનાવવામાં આવે છે જે વિશ આજે અમે તમને ઉધિયું બનાવવાની રીતે જણાવીશું.

શાકભાજી

5 (100 ગ્રામ)-નાના રીંગણ
8 (205 ગ્રામ)-નાના બટાકા
1 (150 ગ્રામ)- કાચા કેળા
1 (150 ગ્રામ)-શકરિયું
100 ગ્રામ- રતાળુ

મસાલો

4-5 ચમચી-તેલ
હીંગ
અડધી નાની ચમચી-અજમો
સ્વાદનુસાર- નમક
અડધી નાની ચમચી- હળદર
1-2 નાની ચમચી- લાલ મરચું પાવડર
2 નાની ચમચી- ધાણા પાવડર
અડધી ચમચી- અમચૂર
અડધી નાની ચમચી- ગરમ મસાલો
સ્વાદનુસાર- ખાંડ પાવડર
2 ચમચી- તલ
2 ચમચી- સીગદાણા
2 ચમચી- કાજૂ
2 કટ કરેલા-આદુ
2-3 સમારેલા- લીલુ મરચુ
એક કપ- સમારેલી કોથમીર
2-3 ચમચી- તાજુ નારિયેળ
1 લીબુ-1

મુઠીયાની સામગ્રી

1/3 કપ- ચણાનો લોટ
1/3 કપ- ઘઉંનો લોટ
સ્વાનુસાર- નમક
અડધી ચમચી- ધાણા પાવડર
1/4 ચમચી- લાલ મરચું
1/4 ચમચી-હળદર પાવડર
અડધો કપ નાની- સમારેલી મેથી
મુઠીયા માટે- તેલ

મુઠીયા બનાવવા માટે

મુઠીયાનો લોટ તૈયાર કરતા પહેલા ચણાનો લોટમાં બધો જ મસાલો અને 3 નાની ચમચી તેલ ઉમેરી પાણીની મદદથી રોટલથી કઠણ લોટ બાધી લો, લોટને બરાબરરાખવા માટે 10 મિનિટ માટે ઢાંકીને મુકી દો. 10 મિનિટ પૂર્ણ થયા બાદ મુઠિયાના લોટથી થોડો લોટ તોડી મુઠ્ઠીમાં બાંધતા 2 ઇંચ લાબાં રોલ બનાવી લો, આ લોટમાંથી 10 રોલ બનાવી તૈયાર કરી લો. જે બાદ કઢાઈમાં તેલ ઉમેરી ગરમ કરો, ગરમ તેલમાં મુઠીયા ઉમેરી અને આંચ પર બ્રાઉન અને કુરકુરા થાય પછી તળીને નીકાળી લો. મુઠીયા તૈયાર છે...

ઉધિયું માટે મસાલો

રતાળુની છાળ નીકાળી અને આંગળી સમાન સમારી લો, ટૂકડાને ગરમ તેલમાં ઉમેરી નરમ અને થવા સુધી નીકાળી લો.

શેકેલા તલના બીજ, શેકેલા મગફળીના દાણા અને કાજૂને થોડા ક્રશ કરી લો અને આદુને સમારી લો, અને લીલુ મરચુ અને લીલી કોથમીરને જીણી સમારી લો. થોડી સમારેલી કોથમીર રાખીને બાજુમા રાખી દો. જે પછી એક પ્લેટમાં બધી જ વસ્તુ ઉમેરો. નમક, હળદર પાવડર, લાલ મરચુ પાવડર, ધાણા પાવડર, અમચૂર પાવડર, નારિયેળ અને ગરમ મસાલા અને લીબુનો રસ પણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઉધિયું માટે મસાલો તૈયાર છે...

ઉધિયું બનાવવાની રીત

કેળાને અડધી સેમીના ગોળ ટૂકડામાં કટ કરી લો. રીંગણના ડાંઠા નીકાળી ચાર તરફ 2 લાંબા કટ કરી, બટાકાની છાલ નીકાળી આવી રીતે ચાર તરફ 2 લાંબા કટ કરો. જે બાદ બટાકા અને રીંગણમાં મસાલા સરખી રીતે ભરી દો અને વધેલો મસાલો, સમારેલા કેળામાં, રતાળુમાં અને ઉમેરી દો.

કુકરમાં 4 ચમચી તેલ ઉમેરી ગરમ કરો, તેલમાં હીંગ અને અજમો અને એક ચમચી હળદર પાવડર ઉમેરો. અજમો ઉમેરીયા બાદ, કેળાના ટૂકડા, એક કપથી થોડુ પાણી ઉમેરો, હવે ધીમી આંચ પર કુકર મુકી તેમાં તેલ ઉમેરી જે બાદ તેલમાં હીંગ, ગરમ મસાલો, મસાલો ભરેલી બધી જ શાકભાજીને ઉમેરી હળવું હલાવો, જે બાદ કુકર બંધ કરી દો, ધીમી આંચ પર 15 મિનિટ સુધી ઉધિયુંને ચઢાવા દો, કુકરમા પ્રેશર ન રહે, શાકભાજી બાફમાં ધીમે ધીમે ચઢી જશે.

હવે આંચ બંધ કરી દો, કુકરનો ગેસ નીકાળી કુકર ખોલી અને તળેલી બધી જ વસ્તુ ઉમેરી દો, પણ ધ્યાન રાખો કે શાકભાજીને વચમાં હલાવશો નહીં, ફરી કુકરને બંધ કરી દો અને 5 મિનિટ ધીમી આંચ પર શાકભાજીને વધુ ચઢાવા દો. જે બાદ કુકર ખોલે. પછી લીલા ધાણા છાંટી દો. તૈયાર છે ઉધિયું...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp