26th January selfie contest

એક એવું શાક છે જે દુનિયામાં સૌથી શક્તિશાળી છે, થોડા જ દિવસ ખાવાથી થાય છે ચમત્કાર

PC: khabarchhe.com

ઈંડા આકારની હળવા કાંટા ધરાવતા કંટોલા એક એવું શાક છે જે દુનિયામાં સૌથી શક્તિશાળી છે. આ શાકભાજીમાં એટલી બધી તાકાત છે કે, થોડા દિવસના વપરાશથી શરીર સ્વસ્થ અને તાકાતવર થઈ જાય છે. શાકની સાથે દવા તરીકે પણ ઉપયોગ થાય છે. કાચા કંટોલાનું જ્યૂઝ અને પાઉડરની દુનિયાભરમાં માંગ છે. દિવસભર એનર્જી આપે છે. અઠવાડિયામાં 3 વખત શાક ખાવાથી અનેક રોગ દૂર થાય છે.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ સંશોધન કેન્દ્રના ડો. એસ.આર.પટેલ, ડો.વિનોદ મોર અને ડો.એચ સી પરમારનું માનવું છે કે, કંટોળામાં માંસ કરતાં 50 ગણું પ્રોટીન હોય છે. વડોદરાના કરજણ તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાં ખેતી થાય છે. હેક્ટરે 100 ક્વિન્ટલ પેદા થાય છે.

ગુજરાતમાં કુલ 6.55 લાખ હેક્ટરમાં 1.35 કરોડ ટન શાકભાજી વર્ષે પેદા થાય છે. તેનો 1 ટકાથી ઓછો હિસ્સો કાંટાળા કંટોળાનો છે. મુખ્ય 20 શાક સામે અન્ય શાકમાં તેની ગણતરી કરવામાં આવે છે અન્ય પ્રકારના 20 શાકનું વાવેતર 70 હજાર હેક્ટરમાં 10 લાખ ટન થાય છે. 

જંતુનાશક દવા વગર તે થઈ શકે છે. તેથી ઓર્ગેનિક ક્ષમતાના આધારે આરોગ્ય રક્ષા કિંમત વધી જાય છે. 100 ગ્રામ લીલા કંટોલામાં 84.1 ટકા ભેજ, 7.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 3.1 ગ્રામ પ્રોટીન, 3.1 ગ્રામ ફેટ, 3 ગ્રામ ફાઈબર, 1.1 ગ્રામ મિનરલ્સ હોય છે. ગુજરાતમાં હાલ માર્ચ અંતે અને એપ્રિલની શરૂઆતમાં વાવેતર થઈ રહ્યા છે. ચોમાસામાં મોટું વાવેતર થાય છે. એકરે 4થી 5 હજાર ગાંઠો રોપવી પડે છે.

CHES(ICAR-IIHR) ભારત બગીચા સંશોધન સંસ્થાન દ્વારા ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા અને મહારાષ્ટ્રના 250થી વધુ ખેડુતોને અકરા ભારત નામથી કંટોલાના 45 હજાર રોપા પ્રયોગો માટે આપવામાં આવ્યા હતા. જેના ઉત્પાદનના સારા પરિણામો આવ્યા છે. હવે આ વેરાઈટી ભારત કક્ષાએ ખેડૂતોને ઉગાડવા માટે મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં એક કિલોના રૂપિયા 150-200 મળ્યા હતા. અડધા એકર જમીનમાં 1000 છોડ રોપ્યા અને લગભગ 3000 કિલો થયા હતા. ખેડૂતોને કંટોલાની ખેતી સારી આવક સાથે માલામાલ કરી રહી છે. નાળિયેરીના બગીચામાં તેનું સારું ઉત્પાદન આડ પેદાશ તરીકે મળે છે.

ચોમાસાનું શાક

કદમાં 2-3 સેન્ટિમીટર અને લંબાઈના 2-7 સેન્ટિમીટર છે. સુખદ કડવો સ્વાદ હોય છે. ચોમાસાની સીઝનમાં મળે છે, જે ઉનાળા દરમિયાન વસંત ઋતુના અંતમાં આવે છે. વેલા પર ઉગે છે. દરિયાકાંઠામાં જોવા મળે છે. એક મહિનામાં ફળ આવવા લાગે છે.  લીલા ફળ પાકે ત્યારે લાલ થાય છે જેમાંથી બીજ નિકળે તે વાવી શકાય છે.

દુનિયાભરમાં ખેતી શરૂ થઈ ગઈ છે

કંટોલામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, માંસ કરતાં પણ વધું. વિટામીન એ, સી, વિટામીન એસ્કોર્બિ એસિડ, કેરોટીન, થાયામીન, રિબોફલેવીન, નિયાસીન પોટેશિયમ, આયર્ન હોય છે. કેરોટેનોઇડ્સ હોય છે. કેલેરી ઓછી હોય છે. મેમોરડીસિન તત્વ રામબાણ છે, જે એન્ટીઓક્સીડેંટ, એંટીડાયાબિટીશ, એન્ટીસ્ટેર્સ તરીકે કામ કરે છે. કાચા કંટોલાનું જ્યુસ સૌથી સારું માનવામાં આવે છે. સૂકવણી કરીને તેનો ભુકો વપરાય છે.

તાકાતવર શાક

શરીરને તાકાતવર બનાવે છે. ગંભીર રોગોમાં તે વપરાય છે. થાક, એનિમિયા, નબળી રોગપ્રતિકાર શક્તિ, નબળાઈમાં ફાયદો કરે છે. આંખ સારી કરે છે. નબળી આંખો સારી કરે છે. વાયરલ તાવમાં સારી છે. ઉકાળીને તેનું પાણી પીવાય છે. ખાંસી, વાયરસ બેક્ટેરિયા માટે પાણીમાં નાંખીને પીવામાં આવે છે. હવાના પ્રદુષણમાં કામ આપે છે.કંટોળા પાવડર પીવાથી કિડની અને પથરીમાં કામ આપે છે. હાઈપર ટેન્શન, વધારે પરસેવો, પાઉડરથી નહાવાથી પરસેવાની ગંધ દૂર થાય છે. કેન્સર, ડાયાબિટીશમાં ફાયદો કરાવે છે. શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે. લોહીના નકામા તત્વો બહાર કાઢે છે. ખીલ, ડાઘ દૂર થાય છે. રંગ નિખરે છે. ચામડી ગ્લો બને છે. ચરબી દૂર થાય છે. લોહીની ઉણપ નથી રહેતી. પાચન સુધારે છે. ખોરાક પચતો નથી તેમના માટે કંટોલા સારા છે. નિયમિત ખાવાથી એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો હોવાથી શરદી કે ખાંસી થતી નથી. શરદી ખાંસી હોય તો મટી જાય છે. કેન્સર, ડાયાબિટીઝ જેવા જોખમી રોગોમાં આ શાકભાજીનું સેવન કરવાથી બચી શકાય છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રીત કરે છે. વધુ માત્રામાં ઉપોયોગ ન કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp