26th January selfie contest

દરરોજ ઘઉંની રોટલી ખાઇ આપણે બીમારી લાવી રહ્યા છીએ, બાપ-દાદાનો ખોરાક શ્રેષ્ઠ હતો

PC: myfoodstory.com

1956માં ગુજરાતમાં ખોરાક ખવાતો હતો તે 40 ટકા વૈવિધ્ય ધરાવતો હતો. જે 2006માં 21 ટકા થઈ ગયો છે. તેનો સીધો મતલબ એ થયો કે ઘઉં અને ચોખા જ હવે ખાવામાં આવે છે. ધાન્યની વિવિધતામાં ગુજરાતની પ્રજાને કંગાળ બનાવી દેવામાં આવી છે.

ઘઉંનો ખોરાક 80 ટકા

85 લાખ ટન કુલ અનાજના ઉત્પાદનની સામે 45 લાખ ટન ઘઉં, 18 લાખ ટન ચોખા મળીને 65 લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં ઘઉં અને ચોખાની ગુજરાતમાં 50 ટકા આયાત થાય છે. તેથી કૂલ અનાજમાં ઘઉંનો વપરાશ 80 ટકા થાય છે.

20 ટકા અન્ય અનાજ

બાકીના 20 ટકા અનાજના વપરાશમાં 20 લાખ ટનમાં 19 લાખ ટન અન્ય અનાજ બાજરી, મકાઈ, જુનાર છે. માત્ર 1 ટન નાના અનાજના ધાન્યો ખાવામાં આવે છે. નાના અનાજનું રાગી 10 હજાર ટન, 160 ટન ઉત્પાદન થયું હતું. નાના અનાજનો વપરાશ હવે 10 ટકાથી વધું નથી. શહેરી પ્રજા તો ચોખા અને ઘઉંનો 95 ટકા ખોરાક લે છે. 5 ટકા બીજા અનાજ ખાય છે. આમ ઘઉંનું ઉત્પાદન અને વપરાશ ગુજરાતમાં સૌથી વધું છે. જેના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

અનાજની વિવિધતા

કોઈ એક ધાન્ય ખાવાના બદલે અનેક પ્રકારના અનાજ ખાવાની વિવિધતા હોવી જોઈએ. રોજ ઘઉં અને ચોખા ખાવાના બદલે દર અઠવાડિયાએ 7 અનાજમાંથી એક ધાન્ય ખાવું તે શ્રેષ્ઠ ડાયેટ છે. ઘણાં લોકો હવે ગ્લુટેન ધરાવતા ઘઉંની વસ્તુઓ ખાવાનું બંધ કરી રહ્યાં છે. તેથી ગ્લુટેન ફ્રી ખોરાક ખાનારાઓ ગુજરાતમાં વધી રહ્યાં છે.

ગ્લુટેન ઘઉંમાં સૌથી વધું

ઘઉં અને જવના દાણા ખાવાથી તેમાં ચ્વિંગમ જેવો પદાર્થ બાકી રહે છે. ઘઉં અને જવને ખાવાથી તેમાં ચીકાશ ધરાવતું પ્રોટીન ગ્લુટેન હોય છે. આ પ્રોટીન પચવામાં ભારે હોય છે. કારણ કે તેની પચવાની ક્ષમતા ઓછી હોય છે.

ગ્લુટેનનો ખતરો

ગ્લુટેન વાળો ખોરાક ખાવાથી 2 કે 3 કલાક પછી અપચો, પેટમાં દુખાનો, કબજિયાત જેવી પેટની બિમારી થઈ શકે છે. ગ્યુટોન ન સદે તેમને સિલિયાક રોગ થાય છે. એનેમિયા, હાડકાનું દર્દ, ચામડીના રોગ, ઝાડા થાય છે. ગ્લુટનથી આંતરડાની આંતઃત્વચા, વિલ્લીનાં સેલ્સ સામે પ્રતિકાર કરે છે તેથી આંતરડામાં સોજો આવી શકે છે. ખોરાક ચૂસાઈને પોષણ સ્વરૂપમાં ફેરવાઈ શકતો નથી. ઘઉં ખાનારાઓમાં ગેસની તકલીફ વધું હોય છે.

ગ્લુટેન માણસની સહન શક્તિ ઘટાડી રહ્યું છે.

જેમાં ગ્લુટન હોય તે લોટ ચીકણો હોય છે. બાજરાની જેમ જે લોટ ચીકાસ ન હોય તેમાં ગ્લુટેન હોતું નથી. ઘઉંની રોટલી થઈ શકે પણ બાજરી કે બીજા એવા પરંપરાગત લોટની રોટલી થઈ શકતી નથી. તેના રોટલા બનાવવા પડે છે. કારણ કે તેમાં લોટને પકડી રાખતું ગ્લુટેન હોતું નથી.

ઘઉં પર હવે સંશોધન થઈ રહ્યાં છે કે તેમાં ગ્લુટોન કેટલું જોખમી છે

મોટા ભાગના ખોરાક નિષ્ણાંત સલાહકાર હવે ઘઉં ઓછા કરીને તેની સાથે ગુજરાતના પરંપરાગત ધાન્ય ખાવાનું કહે છે. તેઓ ગ્લુટેન વગરનો ખોરાક ખાવાનું લખી આપે છે. અન્ય ધાન્યની જેમ ઘઉં દળીને ખાવા કરતાં આખા ખાવા સારા. બ્રેડનો લોટ સાવ બારીક હોય છે. રોટલી કરતાં ભાખરીનો લોટ કરકરો હોય છે. તેથી બ્રેડ ખાવાના અનેક જોખમ છે.

ઉત્તર ભારતમાં ઘઉં અને દક્ષિણ ભારતમાં ચોખા વધું ખવાય છે. ગુજરાતમાં ઘઉં, ચોખા, ચાણાની વાનગીઓ વધું ખવાય છે. ગુજરાતમાં આખા અનાજ ખાવાનું ઓછું છે. 40 વર્ષ પહેલા આખા અનાજ વધું ખાતા હતા. ચોખા તો છાડ્યા વગરના ખવાતાં હતા.. હવે એવું નથી મિલમાં પ્રોસેસ કરીને જ પછી તમામ ચોખા ખવાય છે.

મોલમાં હવે ગ્લુટે વગરનો લોટ મળતો થયો છે. ગ્લુટેન વગરના બિસ્ટીક અને બ્રેડ મળતાં થયા છે. બ્રેડ અને પીત્ઝામાં ગ્લુટેન ઉમેરવામાં આવે છે

ગ્લુટેન મુક્ત આહાર

જુવાર, મકાઈ, બાજરો, બંટી, નાગરી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો, મગ ધાન્ય વાપરવાથી ખોરાકમાં વૈવિધ્યતા અને તેથી પોષણ વધે છે. ડાંગમાં અન્નના દેવતા નાગલી છે. 48 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. કોદરાનું 62 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. બંટી, કાંગ, વારી, કોદરા, છીણા પાક 53 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. ઓછી ફળદ્રુપ જમીનમાં તે થાય છે.

બાજરો

બાજરાનો ખોરાક ઘઉં, ચોખા પછી ત્રીજા નંબરે આવે છે. ગુજરાતનો મુખ્ય ખોરાક બાજરો હતો. હવે ઘઉં છે. તેના સંશોધન માટે જામનગરમાં પર્લ મિલેટ સંશોધન કેન્દ્ર છે. 9 લાખ હેક્ટરમાં બાજરી ઉગાડાય છે. 1961માં બાજરીની ઉત્પાદકતા હેક્ટરે 376 કિલોની હતી તે 2002 સુધીમાં કૃષિ વિજ્ઞાનીઓએ વધારીને હેક્ટરે 1614 કિલોની કરી છે. 2011માં તે વધીને 2531 કિલો હેક્ટરે થઈ છે. આમ થતાં વિસ્તાર ઘટ્યો છે, બાજરીની ગુજરાતમાં હજારો જાતો પરંપરાગત ઉગાડાતી હતી તે તમામ ખતમ થઈ ગઈ છે.

તૃણ ધાન્ય

ઘઉં એક પ્રકારનું ઘાસ છે. બધા ધાન્યમાં કાંગ શ્રેષ્ઠ ધાન્ય છે. કાંગ, કોદરી, બંટી, સામો, રાજગરો ધાન્ય તૃણ ધાન્ય છે. જે પચવામાં હલકા છે. ઠંડા છે. કફને દૂર કરે છે. મેદને દૂર કરે છે. પિત્તને મટાડે છે. વાયુ કરે છે.

કાંગ

કાંગ ખાવાથી હાડકાને પોષણ મળે છે. કાંગ સફેદ, કાળી, પીળી, લાલ રંગની કાંગ આવે છે. ધોળી કાંગને આયુર્વેદમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. રોટલો કે ચોખાની જેમ આખા રાંધીને ખાઈ શકાય છે.

કોદરી

લાલ અને પીળી હોય છે. પિત્તનો નાશ કરે છે. ડાયાબિટીસ, ઓબેસિટી, ઉચ્ચ રક્ત ચાપ, હ્રદય રોગ, હાઈપર લિપિડેમિયા માટે કદરી સારી છે. પચવામાં સહેલી છે. ગ્લુકોઝ ઘટાડે છે.

રાગી

ગ્લુટેન ફ્રી હોવાથી આહાર નિષ્ણાંતો માટે સૌથી પ્રિય છે. તેનો લોટ મળતો થયો છે. રાગી બાળકો અને મોટી ઉંમરના માટે શ્રેષ્ઠ આહાર છે. ઊંચી પોષ્ટિક છે. પ્રોટીન 7.7 ટકા જેટલું સારું છે. શરીરના વિકાસ માટે, પેશીઓના વિકાસ માટે અને ઊર્જા માટે સારી છે. ઓછી કબજિયાત કરે છે. એલર્જી ઓછી થાય છે.

ઓછી ચરબી છે. વધું કેલ્શિયમ છે. ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમની માતા રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરી શકે છે. અને તેમના બાળકને ખવડાવી શકે છે.

સ્કીન માટે અતિ ઉત્તમઃ રાગી યુવાન અને યુથફુલ સ્કીનની જાળવણી માટેનં અજાયબ કામ કરે છે. તેમાં રહેલા મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ અને ફ્લેબી ઓછી કરે છે.

ચામડી માટે શ્રેષ્ઠ છે. વિટામીન ડી છે.

બીજઃ

કઠોળ, મેથી, રાગી બીજ, ઘઉં વગેરેને ફણગાવવાથી વિટામીન-બી અને પ્રોટીનનું લેવલ વધે છે અને ડાયજેસ્ટ કરવા માટે સરળ બને છે. તેથી રાગીને ફણગાવી, તેને ચોળીને ભૂકો કરવો અને રોટી અથવા ભાખરી અથવા શીરાના સ્વરૂપમાં ખાઈ શકાય.

અનાજનું વાવેતર અને ઉત્પાદન

1995-96માં રાગી 19 હજાર હેક્ટરમાં 18 હજાર ટન સાથે હેક્ટરે 946 કિલો થતી હતી. મકાઈ 3.78 લાખ હેક્ટરમાં 3.74 લાખ ટન ઉત્પાદન અને હેક્ટરે 991 કિલો પાકતી હતી. સિંચાઈ વગરના 2.68 લાખ હેક્ટરમાં 2.12 લાખ ટન સાથે હેક્ટરે 792 કિલો પાકતાં હતા. કુલ ચોખા 5.70 લાખ હેક્ટરમાં 8.27 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 1450 કિલો પાકતા હતા. બાજરી 9.20 લાખ હેક્ટરમાં 7 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 768 કિલો પાકતી હતી. નાના અનાજ માંડ 19 હજાર હેક્ટરમાં 7500 ટન સાથે હેક્ટરે 392 કિલો જ નાના અનાજ પાકતાં હતા.

2010-11

ગુજરાતમાં કુલ અનાજ 17.44 લાખ હેક્ટરમાં 27.74 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 1600 કિલો અનાજ પેદા થયું હતું. તેની સામે અન્ય અનાજમાં ખરીફ ઋતુમાં માંડ 8000 હેક્ટરમાં 5100 ટન ઉત્પાદન સાથે હેક્ટરે 634 કિલો પેદા થયા હતા. જેમાં જુવાર 76400 હેક્ટરમાં 80 હજાર ટન ઉત્પાદન સાથે હેક્ટરે 1056 કિલો પાક્યું હતું. બાજરો 4.90 લાખ હેક્ટરમાં 5.60 લાખ ટન ઉત્પાદન થયું હતું. મકાઈમાં 4.22 લાખ હેક્ટરમાં 6.92 લાખ ટન ઉત્પાદન 1638 કિલો થયું હતું. રાગીનું 20 હજાર હેક્ટરમાં 14000 ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે 695 કિલો પેદા થઈ હતી. અન્ય નાના અનાજમાં 8000 હેક્ટર વિસ્તારમાં 5100 ટન ઉત્પાદન થયું હતું. હેક્ટરે 634 કિલો ઉત્પાદકતા છે.

2019-20

જુવારનું 28.64 હજાર હેક્ટરમાં 43 હજાર ટન ઉત્પાદન સાથે 1520 કિલો ઉત્પાદન થયું હતું. બાજરો 1.77 લાખ હેક્ટરમાં 3 લાખ ટન ઉત્પાદન સાથે 1738 કિલો ઉત્પાદન મળ્યું હતું. રાગી 11 હજાર હેક્ટરમાં 10 હજાર ટન પેદા થઈ હતી. નાના અનાજ 290 હેક્ટરમાં 160 ટન ઉત્પાદન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp