PM મોદી શપથ લે પછી ડીનરમાં છે- અડદની દાળ- તે 48 કલાકથી કેમ રંધાઇ રહી છે?

PC: hindi.timesnownews.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં થશે. ગત વખતે 4000 મહેમાનો હતા આ વખતે તે વધીને 8000 થવાનો અંદાજ છે. શપથગ્રહણ સમારોહ વખતે મહેમાનો માટે હાઇટી ઉપરાંત ડીનર પણ હશે. કારણ કે સમારોહ 7 વાગ્યે શરૂ થશે અને રાત સુધી ચાલશે. એટલે ડીનર સ્વાભાવિક છે. દેશ-વિદેશના મહેમાનો આવ્યા હોવાથી ડીનરની તૈયારીઓ બે દિવસ પહેલાથી જ શરૂ થઇ ગઇ છે. જાત-જાતના પકવાન તૈયાર કરાઇ રહ્યા છે. તેમાં મોટાભાગના ભારતીય વ્યંજન ઉપરાંત વિદેશી પકવાનો પણ હશે. પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચા છે રાયસીના દાળની. રાષ્ટ્રપતિ ભવન જ્યાં છે તે વિસ્તાર રાયસીના હિલ્સ કહેવાય છે તેની ઉપરથી આ દાળનું નામ રાયસીના દાળ રખાયું છે. આ દાળ એટલી ફેસમ છે કે જ્યારે પણ રાષ્ટ્રપતિ ભવનમાં સમારોહ હોય ત્યારે તે મેનુમાં હોય જ છે.

શું છે 48 કલાકે તૈયાર થતી રાયસીના દાળ

આ એક પ્રકારની અળદની દાળ જ છે. જેને ટામેટાની કરી સાથે તૈયાર કરાય છે. તેમાં કેસર પણ ઉમેરવામાં આવે છે. તેને
આ દાળને સૌથી પહેલા વર્ષ 2010માં શેફ મચીદ્રાં કસ્તુરેએ તૈયાર કરી હતી. હાલના શેફ મોન્ટી સૈની કહે છે કે આ દાળ તૈયાર કરવામાં 48 કલાકનો સમય લાગે છે. એટલે તેની તૈયારી મંગળવાર રાતથી જ શરૂ કરી દેવામાં આવી હતી.

આ રીતે તૈયાર કરાય છે દાળ

અડદની દાળને પહેલા રાજમા સાથે આખી રાત પલાળી રાખવામાં આવે છે. ત્યાપછી તેને ચારથી પાંચ વાર ધોવામાં આવે છે. તેને ધીમી આંચ પર 6થી 8 કલાક સુધી સતત દેખરેખમાં બાફવામાં આવે છે. તેમાં માખણ, ક્રિમ અને ગરમ મસાલા તથા ટામેટાની પ્યુરી ઉમેરવામાં આવે છે. તેની ઉપર કસૂરી મેથી ખાસ મિક્સ કરવામાં આવે છે. તેમાં લસણ, આદું, મરચા, કોથમીર ઉપરાંત લખનૌથી મગાવેલા ખાસ મસાલા પણ ઉપયોગમાં લવાય છે. 

રાષ્ટ્રપતિ ભવનમાં 28 રસોઇયા છે

એક આરટીઆઇ ક્વેરી મુજબ રાષ્ટપતિ ભવનમાં 28 રસોઇયા છે. તેઓ સતત દેશ-વિદેશથી આવતા મહેમાનો માટે નવી નવી ડિશ તૈયાર કરતા હોય છે. રાષ્ટ્રપતિ ભવનની જાણીતી વાનગીઓમાં અચારી પનીર, બેડમી આલું, કડી પકોડા, છોલે છે. જો નોનવેજની વાત કરીએ તો ચીકન મલાઇ ટીક્કા, દહી કબાબ, તંદુરી મશરૂમ, મસ્ટર્ડ ફિશ કરી, મટન રોગન જોશ, ચિકન કોરમા, કશ્મીરી પકવાન ગુશથાબાનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp