આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, એક કિલોની કિંમત એક કાર બરાબર

PC: blogspot.com

જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત સમૂહ ITCએ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ રજૂ કરી છે. જેની કિંમત 4.3 લાખ પ્રતિ કિલો છે. કંપનીએ તેની આ ચોકલેટને ફેબેલ બ્રાન્ડ હેઠળ રજૂ કરી છે.

કંપનીની લક્ઝરી ચોકલેટ બ્રાન્ડે તેની લિમિટેડ શ્રેણીની ચોકલેટ ટ્રિનિટી ટ્રફલ્સ રજૂ કરી છે. જેનો ગિનીસ વર્લ્ડ રૅકોર્ડમાં પણ સમાવેશ થઈ ગયો છે. જેને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ ગણવામાં આવી રહી છે.

કંપનીના મુખ્ય અધિકારી અનુજ રસ્તોગીનું કહેવું છે કે, ફેબલમાં અમે નવો બેંચમાર્ક સ્થાપિત કરીને ઘણાં ખુશ છે. અમે માત્ર ભારતીય બજારમાં જ નહિ પણ વૈશ્વિક સ્તરે પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. અમે ગિનીસ વર્લ્ડ રૅકોર્ડમાં સામેલ થઈ ગયા છે.

આ લિમિટેડ ચોકલેટ હાથથી બનાવેલા લાકડાના બોક્સમાં અવેલેબલ રહેશે. જેમાં 15 ગ્રામના 15 ટ્રફલ્સ રહેશે. આ બોક્સની કિંમત દરેક ટેક્સ મળીને 1 લાખ રૂપિયાની રહેશે.

તો ટ્રિનિટી ટ્રફલના એક બોક્સની કિંમત એક કિલોએ લગભગ 4.3 લાખ રૂપિયા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp