ઈંગ્લિશ પ્રીમિયર લીગનો ઓફિશિયલ પાર્ટનર બન્યો રણવીર સિંહ

PC: indianexpress.com

બોલિવુડનો સ્ટાર રણવીર સિંહ ઈંગ્લિશ પ્રીમિયર લીગનો ઓફિશિયલ પાર્ટનર બની ગયો છે. રણવીરને લીગનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. રણવીરને ફુટબોલ પસંદ છે તેને લીધે તેને પ્રીમિયર લીગ સાથે જોડવામાં આવ્યો છે.

ઈંગ્લિશ પ્રીમિયર લીગે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, રણવીરના બ્રાન્ડ એમ્બેસેડર બનવાથઈ ફુટબોલ પ્રત્યે ઘણા લોકોની ઉત્સુકતા વધશે. સાથે ભારતમાં લોકો ફુટબોલ તરફ વધુ આકર્ષાશે. રણવીર અને લીગ વચ્ચે 2014માં એક એગ્રીમેન્ટ પણ સાઈન કરવામાં આવ્યો હતો.

પ્રીમિયર લીગના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું હતું કે, રણવીર સિંહ ઘણો પેશોનેટ છે. જેનાથી તે લોકો સુધી આસાનીથી જોડાઈ શકે છે. ફુટબોલ પ્રત્યે તેની રુચિ માત્ર દેશના લોકોને જ નહીં પરંતુ દુનિયાભરના લોકોને આકર્ષિત કરશે. અમને ભરોશો છે કે રણવીર ભારતમાં લોકોને આ ખેલ પ્રત્યે જાગૃત કરવામાં સફળ રહેશે.

ઈપીએલ અને રણવીર બંનેએ ટ્વિટર પર આ અંગેનું ટ્વિટ કર્યું હતું. રણવીરે લખ્યું હતું કે ભારતમાં ઈપીએલનો પહેલો બ્રાન્ડ એમ્બેસેડર બનીને ગર્વની લાગણી થાય છે. ગેમ ઓન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp