ફૂટબોલ જગતનો નવો હીરો મેસ્સી-રોનાલ્ડો પર પણ ભારે પડ્યો

PC: pbs.twimg.com

બોક્સિંગ ડેના દિવસે રમાયેલી ઈગ્લિશ પ્રિમીયર મેચમાં ટોટેનહમના સ્ટાર ફોરવર્ડ હેરી કેને સાઉથેમ્પટન વિરુદ્ધની મેચમાં હેટ્રિક બનાવી હતી. ટોટેનહમ આ મેચ 5-2થી જીતી ગઈ હતી. મેંચમાં કેને ત્રણ ગોલ તો ડેલે અલી અને સોંગ યુન મીને 1-1 ગોલ કર્યો હતો. હેરીએ આ વર્ષે પ્રિમીયર લીગમાં 39 ગોલ મારી ચૂક્યો છે અને તેણે એલન શિયરરના 36 ગોલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

કેને આ વર્ષે ઈંગ્લેન્ડ(દેશ) અને ક્લબ(ટોટેનહન) માટે કુલ 56 ગોલ માર્યા હતા, જે સ્પેનિશ ક્લબ બાર્સેલોના અને આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફુટબોલર દ્વારા કરવામાં આવેલા ગોલ કરતા બે ગોલ વધુ છે.

22 વર્ષના કેને 2017માં 36 પ્રિમીયર લીગ મેચ રમી છે, જેમાં તેણે 39 ગોલ માર્યા છે. આ સાથે તેણે દિગ્ગજ ફુટબોલર એલન શિયરરનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 1995ની બ્લેકબર્ન રોવર્સ તરફથી રમતા 42 પ્રિમીયર લીગ મેચમાં 36 ગોલ માર્યા હતા. કેન 2017નો યુરોપનો ટોપ હોલ સ્કોરર બની ગયો છે. તેણે 52 મેચમાં 56 ગોલ કર્યા છે. જેમાં હેરીએ 26માંથી 49 ગોલ ટોટેનહમમાં અને 7 ઈંગ્લેન્ડ માટે માર્યા હતા.

આ સાથે હેરી કેલેન્ડર વર્ષ દરમિયાન પ્રિમીયર લીગમાં સૌથી વધુ હેટ્રિક બનાવવાવાળો ખિલાડી બની ગયો છે. સાઉથૈમ્પટન વિરુદ્ધ મારેલી હેટ્રીક તેની છઠ્ઠી હેટ્રિક મારી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp