રોનાલ્ડોએ મેસ્સીના આ રૅકોર્ડની બરાબરી કરી

PC: youtube.com

રિયલ મેડ્રીડના જાણીતા ફુટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પાંચમી વખત પ્રતિષ્ઠીત ફુટબોલ અવોર્ડ બેલન ડીઓર જીતી લીધો છે. રોનાલ્ડોએ સતત બીજા વર્ષે આ અવોર્ડ જીત્યો છે. તેણે બોર્સોલિનાના લિયોનલ મેસીને હરાવીને આ અવોર્ડ જીત્યો હતો. આ તેનો પાંચમો બેલન ડીઓર અવોર્ડ છે.

32 વર્ષના પોર્ટુગલના રોનાલ્ડોએ આ અવોર્ડની સાથે મેસીના પાંચ વખત અવોર્ડ જીતવાની બરાબરી પણ કરી લીધી છે. મેસીએ 2015માં બેલન ડીઓર અવોર્ડ જીત્યો હતો. પાછળની સિઝનમાં રિયલ મેડ્રીડે 2012 પછી પહેલો લા લીગા અવોર્ડ જીત્યો અને પછી મેડ્રીડ ચેમ્પિયન લીગમાં ચેમ્પિયન બની. આ બંને જીતમાં રોનાલ્ડોની ભૂમિકા મહત્ત્વની રહી હતી.

રોનાલ્ડો આ પહેલા પણ વર્ષ 2008, 2013, 2014 અને 2016માં બેલન ડિઓર અવોર્ડ પોતાના નામ પર કરી ચૂક્યો છે. જ્યારે 2009 પછી માત્ર મેસી જ એકમાત્ર એવો ખેલાડી છે જેને આ અવોર્ડ મળ્યો છે. પેરિસના એફીલ ટાવરમાં આ અવોર્ડ મેળવ્યા બાદ રોનાલ્ડોએ કહ્યું હતું કે, હું દર વર્ષે આ અવોર્ડ જીતવાની કોશિશ કરું છું. રિયલ મેડ્રીડ અને મારી ટીમના સભ્યોનો ઘણો આભાર. તેની સાથે એ બધા લોકોનો પણ  આભાર જેમણે મને આ મુકામ સુધી પહોંચવામાં મદદ કરી.

2016-17 રોનાલ્ડો માટે ઘણું સારું રહ્યું હતું. આ સમય દરમિયાન 2016માં પોર્ટુગલે યુરો કપ જીત્યો, સાથે રિયલ મેડ્રીડે પોતાનો 33મો લા લીગમાં જીત મેળવી અને 12મો યુરોપિયન કપ જીત્યો. આ દરમિયાન રોનાલ્ડોએ રિયલ માટે કુલ 42 ગોલ કર્યા હતા. આ અવોર્ડ ફ્રાન્સ ફુટબોલ તરફથી 1956ના વર્ષથી દુનિયાના સૌથી સારા ફુટબોલ ખેલાડીને આપવામાં આવે છે. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp