ગણેશ બાપ્પાની મૂર્તિની દુર્દશા ન થાય માટે કર્યું બાપ્પાનું પુનઃ વિસર્જન

PC: youtube.com

સૂરતમાં ગણપતિ બપ્પાનું અપમાન ન થાય અને આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે 150 યુવકોનું ગૃપ નહેર, તળાવમાંથી બપ્પાની મૂર્તિઓ કાઢીને તેનું પુનઃ સમુદ્રમાં વિસર્જન કરે છે. આ યુવકો બે દિવસોમાં 2500 મૂર્તિઓ કાઢીને સન્માનની સાથે દરિયામાં તેમનું વિસર્જન કરી ચૂક્યા છે. આ પ્રક્રિયામાં જે ખર્ચ થાય છે તે યુવકોનો પોતાનો હોય છે.

આ યુવકોની ટોળી પાછલા બે વર્ષથી આ રીતનું સારુ કામ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. તેમનું માનવું છે કે, લોકો જ્યારે બપ્પાનું વિસર્જન કરે તે સમયે બપ્પા સાથે જોડાયેલી આસ્થાનો ખ્યાલ રાખે. શનિવારે આ યુવકોએ ડિંડોલી અને ખરવાસામાંથી અલગ અલગ જગ્યાઓથી ગણેશજીની મૂર્તિઓને ભેગી કરી અને ત્યાર પછી પૂરી આસ્થાની સાથે તેનું પુનઃ દરિયામાં વિસર્જન કર્યું હતું.

લોકોમાં જાગૃતતા લાવવા કરે છે કામઃ

નહેરો અને તળાવોમાંથી ગણેશજીની મૂર્તિઓ ભેગી કરી તેને પુનઃ દરિયામાં વિસર્જન કરવાનું કામ આ યુવકો પાછલા 2 વર્ષથી કરે છે. અત્યાર સુધીમનાં લગભગ તેઓ 5000 જેટલી ગણેશજીની મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરી ચૂક્યા છે. તેમનું માનવું છે કે, બોલવા કરતા કરીને બતાવવામાં જ લોકોને તેઓ સમજાવી શકે છે. માટે અમે આ કામ જારી રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp