આ કેવી ભક્તિઃ પિરાણા પાસે ગણેશજીની પ્રતિમાઓ પર નાખ્યો કચરો

PC: dainikbhaskar.com

આવતીકાલે ગણેશજીનું વિસર્જન કરી દેવામાં આવશે. આટલા દિવસોની ઉજવણી પછી બાપ્પાને વિદાઈ આપવામાં આવશે. આ 10 દિવસોમાં ગણેશ ભક્તોએ ગણેશજીની પૂજા કરી, તેમની પાસેથી માનતા માંગી, તેમની પ્રાર્થના કરી પણ અંતે તો તેમનું વિસર્જન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં જ કર્યું. કોર્પોરેશન આ મૂર્તિઓને પિરાણા પાસે આવેલ એક ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લઈ ગઈ. અત્યાર સુધીમાં ત્યાં 25 ટ્રેક્ટરોને ભરીને ગણેશજીની પ્રતિમાઓને લાવવામાં આવી છે. 

ઓર્ગેનિક ખાતરની બાજુમાં પ્રતિમાઓનો બનાવ્યો ઢગલોઃ

POP થી બનાવેલી ગણેશજીની પ્રતિમાઓને ઓર્ગેનિક ખાતરના પ્લાન્ટની બાજુમાં એકઠી કરી રાખવામાં આવી. કર્મચારીઓએ બધી મૂર્તિઓને ખાડામાં નાખીને તેના ઉપર કચરો નાખી દીધો હતો. સોમવારે ત્યાં 6 ટ્રેક્ટરો ભરીને મૂર્તિઓ લાવવામાં આવી હતી. આ પ્રતિમાઓનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે તેનો ઉપાય હજુ સુધી કોર્પોરેશને શોધ્યો નથી કે તેની કોઈ તૈયારી કરી છે.

માટીની મૂર્તિઓની સ્થાપના એકમાત્ર ઉપાયઃ

કોર્પોરેશનના અધિકારીઓ માને છે કે જે થઈ રહ્યું છે એ ખોટું છે. પણ કાંઈ કરી શકાય એમ નથી. જો પ્રતિમાઓ માટીની હોય તો તે સરળતાથી પાણીમાં વિસર્જિત થઈ જતે. એ વાત સાચી કે આનાથી લોકોની ધાર્મિક ભાવનાઓ દુભાશે. પણ જાગરૂતતાના અભાવને કારણે આજે પણ લોકો POPની પ્રતિમાઓ ઘરે લાવીને પૂજે છે. પણ જો ભક્તો પ્રતિજ્ઞા લઈ લે કે તેઓ હવેથી માટીની પ્રતિમાની જ સ્થાપના કરશે અને ઘરે જ તેમનું વિસર્જન કરે તો આ રીતની સમસ્યા સર્જાશે જ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp