આ શહેરમાં ગણેશ વિસર્જન વખતે DJએ ભજન સિવાય ગીતો વગાડ્યા તો થશે કાર્યવાહી

PC: dnaindia.com

સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર(વિશેષ શાખા) પી.એલ.ચૌધરીએ એક જાહેરનામા દ્વારા ગણેશ વિસર્જન સમયે અમુક નિયંત્રણો મુકયા છે. જેમાં જીની મૂર્તિ સ્થાપના તેમજ વિસર્જનના દિવસને ચાર વ્હીલર કરતા વધુ વ્હીલરના ટ્રેઈલર ઉપર જીની મૂર્તિઓ મુકી કે રાખી લઈ જવી નહીં. શોભાયાત્રામાં ઉટગાડી, બળદગાડુ, હાથી કે ટ્રેલરનો ઉપયોગ કરવો નહીંં. વિસર્જનના દિવસે મૂર્તિ વાજતે-ગાજતે નાચતા-ગાતા લઈ જતી વખતે ધાર્મિક ભજનો સિવાય ફિલ્મી ગીતો, DJ વગાડવા નહીં. આ હેતુઓ માટે કોઇપણ વેપારી/દુકાનદારે DJ સીસ્ટમ ભાડે આપવી નહીં.

સરધસ સમયે જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાંમાં જતા આવતા લોકો ઉપર કે મકાનો/મિલ્કત ઉપર હાજર વ્યકિતઓ ઉપર કોઈ પણ રંગના પાઉડર પ્રવાહી કે અન્ય તૈલી પદાર્થો સાથે ભેળવીને છુટો કે પ્લાસ્ટીકની થેલીમાં ભરી ફેકવા ઉપર તેમજ હાથમાં લઇ વ્યકિતઓને રોકી લગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.14/9/2019 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp