સુરતના આ બાળકોએ બનાવ્યા એવા ગણપતિ કે, વાહ બોલ્યા વગર નહીં રહી શકો

PC: youtube.com

તમે ઘણી ગણપતિની પ્રતિમાઓ જોઈ હશે. એ પ્રતિમાઓમાં કેટલીક માટીમાંથી બનાવવામાં આવી હતી, તો કેટલીક પાંચધાતુ કે, અન્ય કોઈ વસ્તુથી બનાવવામાં આવી હશે ત્યારે સુરતની એક સોસાયટી દ્વારા પર્યાવરણનું જતન કરનારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગણેશ એટલા ઇકો ફ્રેન્ડલી છે કે, તે હવામાનને 24 કલાક શુદ્ધ રાખવામાં મદદ કરે છે અને આ ગણપતિનું વિસર્જન કરવામાં આવશે નહીં. સુરતની આ સોસાયટીના લોકોએ અલગ જ રીતે ગણેશજીની સ્થાપન કરીને લોકોને ખરા અર્થમાં ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપનામાં મહત્ત્વ સમજાવ્યું છે.

એક રિપોર્ટ અનુસાર સુરતમાં ઘણા ગણેશ યુવક મંડળો દ્વારા દેખા દેખી કરીને ગણેશજીની મહાકાય પ્રતિમાની સ્થાપનાં કરવામાં આવે છે ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા મફતનગર અને સુભાષનગરના સ્થાનિક લોકો અને બાળકો દ્વારા ગણેશજીની પ્રતિમાની સ્થાપનાં કરવામાં આવતી નથી પણ સોસાયટીમાં આવેલા એક વૃક્ષ પર ગણેશજીની આકૃતિ દોરીને વૃક્ષ પર સણગાર કરીને ગણેશની સ્થાપના કરવામાં આવી છે. સ્થાનિક લોકો સવાર અને સાંજના સમયે ગણેશજીની પૂજા અર્ચના કરે છે. આ વિસ્તારના બાળકો દ્બારા 2018માં વૃક્ષ પર ગણપતિ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

મફતનગર અને સુભાષનગરમાંના ચાઈલ્ડ લીડરના બાળકો આ પ્રકારના ગણેશજીની પ્રતિમાથી સમાજને સંદેશો આપવા માંગે છે કે, સાચા અર્થમાં પર્યાવારને શુદ્ધ કરે તે ગણપતિ રાખવા જોઈએ કારણ કે, POPની અને અન્ય ગણેશજીની પ્રતિમાઓના નદીઓમાં વિસર્જનથી નદીઓ અને તળાવના પાણી પ્રદુષિત થાય છે. આ બાળકોની ઇકોફ્રેન્ડલી ગણેશ સ્થાપના જોઈને અન્ય ગણેશ મંડળો દ્વારા આ પ્રકારની શીખ લેવી જોઈએ અને દર વર્ષે પર્યાવરણનું જતન થાય તેવા ગણેશજીની સ્થાપન કરવી જોઈએ. વિસર્જનના દિવસે વૃક્ષ પર બનાવવામાં આવેલી ગણપતિની પ્રતિમાના કારણે વૃક્ષને પાણીમાં વિસર્જિત કરવામાં આવતું નથી પણ વૃક્ષ પર કરવામાં આવેલા શણગારને નદીમાં વિસર્જિત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp