રાજકોટઃ કલર કોડ અનુસાર થશે ગણપતિ વિસર્જન, દરેક રૂટને ખાસ કલર કોડ આપવામાં આવ્યા

PC: bhaskar.com

કોરોના વાયરસની ત્રીજી વેવનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે ગણેશ મહોત્સવમાં કોઈ પ્રકારની ભીડ ન થાય એ માટે રાજકોટ સિટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. આ મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી ગણેશ ચોથના ઉત્સવ માટે ખાસ પ્રકારની ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર પોલીસ તરફથી ગણેશ વિસર્જન માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ દરેક રૂટને કલર કોડ આપવામાં આવ્યો છે.

આ કલર કોડ અનુસાર દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, સરકારના આદેશ અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મૂર્તિ ચાર ફૂટની હોવી અનિવાર્ય છે. ઘરમાં પણ 2 ફૂટથી વધારે ઊંચાઈની કોઈ મૂર્તિ રાખી શકાશે નહીં. વિધિ અનુસાર ગણેશ સ્થાપના અને વિસર્જન કરી શકાશે. વિસર્જન કરતી વખતે કોઈ પ્રકારનું સરઘર કાઢી શકાશે નહીં. ગણેશ મહોત્સવમાં સામિલ થનારા દરેક વ્યક્તિએ ચોક્કસ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ગણેશ મહોત્સવ માટે પંડાલ શક્ય એટલો નાનો રાખવામાં આવે. મંડલમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ગોળ કુંડાળા કરવાના રહેશે. દર્શન માટે કોઈ ભીડ ન થાય એનું પણ ખાસ ઘ્યાન રાખવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજૂરી પોલીસ સ્ટેશનમાંથી લેવાની રહેશે. 10 વાગ્યા સુધી જ મોટા સ્પીકર વગાડી શકાશે. એક વાહનમાં વધુંમાં વધુ 15 લોકો જઈ શકશે.

જે પરિવારમાં ગણેશજીનું સ્થાપન ઘરે કર્યું હોય ત્યાં ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક તંત્રએ તૈયાર કરેલા વિસર્જન કુંડમાં જ વિસર્જન કરવાનું રહેશે. કૃત્રિમ કુંડ પાસે પણ કોઈ પ્રકારની ભીડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. લોકો ગણેશપર્વને આસ્થા સાથે ઉજવે પણ આ સાથે ચોક્કસ પ્રકારે તકેદારી રાખવી અનિવાર્ય છે. તા.9થી 19 સપ્ટેમ્બર સુધી જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે.12 વાગ્યાથી કર્ફ્યૂનો અમલ થશે. ગણેશ વિસર્જન માટે જો કોઈ વાહન લઈ જવાના હોય તો એની નોંધણી કરાવવાની રહેશે. જે કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતમાં-સૌરાષ્ટ્રમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વર્ષે મુંબઈમાં પણ ખાસ કોઈ મોટા પંડાલનું આયોજન નથી. મોટા ભાગના પરિવારોએ ઘરમાં જ વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp