OBC માટેના કેટલા કરોડ વાપર્યા વિનાના પડ્યા છે? આંકડો વાંચી ચોંકી જશો

PC: khabarchhe.com

સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે ગુજરાત સરકાર વંચિતોનો વિકાસ કરવા માગે છે પરંતુ તેમના માટે ફાળવવામાં આવેલા નાણાં ખર્ચવામાં કંજૂસાઇ કરી રહી છે, પરિણામે વંચિતોનો વિકાસ થતો નથી.

સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા સાત વર્ષ પૈકી છ વર્ષમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વંચિત સમાજના કલ્યાણ માટે ફાળવવામાં આવેલી નાણાકીય જોગવાઇનો પુરેપુરો ખર્ચ કરી શકાયો નથી.

ગંભીર બાબત તો એવી સામે આવી છે કે ગયા વર્ષના બજેટમાં આ વિભાગ માટે માત્ર 51 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 2016-17માં કુલ 1538.37 કરોડ રૂપિયાની જોગવાઇ સામે માત્ર 1505.95 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

આંકડા સ્પષ્ટ છે કે છેલ્લા પાંચ વર્ષમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી સમાજ માટે 206 કરોડ રૂપિયા ઓછા ખર્ચાયા છે. 2012-13માં 852 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો પરંતુ 800.07 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.

2013-14માં 953.29 કરોડ પૈકી 914.03 કરોડ, 2014-15માં 1079.57 કરોડની સામે 965.75 કરોડ, 2015-16માં 1391.4 કરોડ સામે 1237.89 કરોડ અને 2016-17માં 1505.95 કરોડ પૈકી 1329.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં માર્ચ 2018ના અંતે 1590.52 કરોડ ખર્ચવાનું આયોજન છે.

ગુજરાત સરકારે 2018-19માં સમાજ કલ્યાણ વિભાગ માટે 2318.22 કરોડનું બજેટ ફાળવ્યું છે જે છેલ્લા સાત વર્ષમાં વિક્રમી છે છતાં આટલા રૂપિયા ખર્ચાશે કે કેમ તે એક સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp