વધુ સાત IAS દિલ્હી જઇ શકે છે, જાણો કોણ

PC: m.dailyhunt.in

ગુજરાતના નવ IAS ઓફિસરોનું એમ્પેનલ્ડ થયું છે, તેથી તેઓ ગમે તે સમયે દિલ્હીમાં ડેપ્યુટેશન પર જઈ શકે છે. હાલ દિલ્હી અને અન્યત્ર ગુજરાતના બે ડઝન કરતાં વધુ અધિકારીઓ ડેપ્યુટેશન પર છે. એ ઉપરાંત ગુજરાતમાંથી નિવૃત્ત થયેલા 10થી વધુ ઓફિસરો PMO તેમજ વિવિધ વિભાગોમાં વયનિવૃત્તિ પછી ફરજ બજાવે છે.

ગુજરાત કેડરના નવ IAS ઓફિસરોને કેન્દ્ર સરકારે એમ્પેનલ્ડ કર્યા છે. આ ઓફિસરોમાં કે. શ્રીનિવાસ, સુનયના તોમર, પંકજ જોષી, કમલકુમાર દયાની, મનોજ અગ્રવાલ, મનોજ કુમાર દાસ, ગુરૂપ્રસાદ મોહપાત્રા, પી.ડી.વાઘેલા અને સંગીતાસિંઘનો સમાવેશ થાય છે. આ નવ ઓફિસરો પૈકી સાત ઓફિસરો ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઈ શકે છે કેમ કે નવ પૈકી બે ઓફિસરો કે. શ્રીનિવાસ અને ગુરૂપ્રસાદ મોહપાત્રા હાલ દિલ્હીમાં વિવિધ મંત્રાલયોમાં ફરજ બજાવી રહ્યાં છે.

અલગ અલગ કેડરના આ અધિકારીઓ ઘણીવાર ડેપ્યુટેશન પર જઈ આવ્યા છે, જેમાં સુનયના તોમર અને પી.ડી.વાધેલાનો સમાવેશ થાય છે. હાલ ગુજરાતમાં મનોજ કુમાર દાસ પાસે બે હોદ્દા છે. એક તો તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અગ્રસચિવ છે અને બીજો ચાર્જ તેમને ઉદ્યોગ વિભાગનો સોંપવામાં આવેલો છે.

તાજેતરમાં 31 IAS ઓફિસરોની બદલી કરવામાં આવી ત્યારે મનોજ કુમાર દાસ પાસેથી ઉદ્યોગનો હવાલો લેવાયો નથી, તેનો મતલબ એ થયો કે તેમની નિગરાનીમાં જ 2019ની વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે.

ભૂલો સરકારથી પણ થાય છે. સરકારે પહેલા તબક્કામાં 31 સિનિયર ઓફિસરોની બદલી કરી હતી પરંતુ તે પૈકીના ત્રણ ઓફિસરોની બદલીને રદ કરીને તેમને નવી નિમણૂક આપવામાં આવી છે. ગુજરાત સરકારે તેના ત્રણ ઓફિસરોની કરેલી બદલીને રદ કરી નવા ઓર્ડર કર્યા છે જે પૈકી મુકેશ કુમાર કે જેમને નવા ઓર્ડર પ્રમાણે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં વાઇસ ચેરમેન અને CEO પદે નિયુક્ત કર્યા છે. આ જગ્યાએ પહેલાં મોહમ્મદ શાહીદની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમને વિનોદ રાવની જગ્યાએ એટલે કે એનિમલ હસબન્ડરીમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ વિનોદ રાવ કે જેમને વડોદરા મ્યુનિસિપલ કમિશનર પદેથી ખસેડીને પશુપાલનના સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા, તેમને હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરી પદે મૂકવામાં આવ્યા છે, જ્યાં પહેલો ઓર્ડર મુકેશ કુમારનો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp