પહેલી જુલાઇથી આધાર તમારો ચહેરો પણ ઓળખશે

PC: India.com

આગામી પહેલી જુલાઇથી આધાર કાર્ડ તમારો ચહેરો ઓળખી બતાવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોમવારે જાહેર કર્યું છે કે આધાર કાર્ડ ચહેરો પણ ઓળખશે.

આધાર કાર્ડની માહિતીની ગુપ્તતા રહેતી નથી અને તે સંપૂર્ણ સલામત પદ્ધતિ નથી તેવા આક્ષેપોના સમયમાં યુઆઇડીઆઇએ આ જાહેરાત કરી છે. ઓથોરિટીએ કહ્યું છે કે ફેશિયલ રિકલ્નાઇઝેશનનું હાલ પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા 1લી જુલાઇ 2018થી લોંચ કરવામાં આવશે.

આ સુવિધાથી નાગરિકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે ઓર્થેટિકેશન માટે એક એકસ્ટ્રા લેયર તૈયાર થશે. સિનિયર સિટીઝનને પણ રાહત મળશે કે જેમને ફિંગરપ્રિન્ટની મુસિબતનો સામનો કરવો પડે છે.

ઓથોરિટીએ નવું ફિચર એક શરત સાથે રાખ્યું છે. તેનો મતલબ એ છે કે ફેશિયલ રિકગ્નાઇઝેશનની મંજૂરી એક અથવા એકથી વધુ ઓર્થેન્ટિકેશન જેવાં કે ફિંગરપ્રિન્ટ, ઓટીપી સાથે આપવાની રહેશે. જો કે તેનો મતલબ એ નથી કે તમારા ચહેરાને ઓળખવાના ફિચર માટે તમારે આધાર કેન્દ્રમાં જવું પડશે. યુઆઇડીએઆઇ આ ફિચર માટે તેના ડેટાબેઝનો ઉપયોગ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp