ગુજરાત વાઇબ્રન્ટ સમિટને ફટકો, US પછી UKએ ઇનકાર કર્યો

PC: vibrantgujarat.com

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (VGS)ની નવમી આવૃત્તિમાં US પછી યુકેએ હાથ ખંખેર્યા છે. આ સમિટના ભાગીદાર દેશોની યાદીમાંથી યુકે પણ નીકળી ગયું છે. રાજ્ય સરકારે UK તરફથી અંતિમ સંમતિ મેળવી નથી તેથી ભાગીદાર દેશ તરીકે આ બન્ને દેશો વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં ભાગ લેશે નહીં. મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, ભાગીદાર દેશ તરીકે યુકેને જોડાવામાં આવતું નથી કારણ કે તેમના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. તેમણે આ અગાઉ અમેરિકા માટે પણ કહ્યું હતું કે તે ભાગીદાર દેશ તરીકે ગુજરાતની સમિટમાં જોડાશે નહીં.

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘યુનાઇટેડ કિંગડમ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારે તેમની પુષ્ટિ માટે અલગથી બંને વખત સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો પ્રતિભાવ નકારાત્મક હતો. આમ થવાનું કારણ બ્રેક્ઝિટ પછીની આગામી નાણાકીય કટોકટી હોઇ શકે છે. જોકે, યુકે એ VGSમાં ફરીથી ભાગીદાર દેશ બનવાની ના પાડી દેવાના કારણ વિશે જાણ કરવામાં આવી નથી.

દરમિયાન, કેનેડા, ઝેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાંસ, જાપાન, નેધરલેન્ડ્સ, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, યુએઈ અને ઉઝબેકિસ્તાન આ સમયે VGSના ભાગીદાર દેશો હશે તેવું રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઇવેન્ટની અધિકૃત વેબસાઇટ પર જણાવાયું છે. આ દેશો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા અને પોલેન્ડે તાજેતરમાં પુષ્ટિ કરી હતી કે તેઓ આ ઇવેન્ટમાં ભાગીદાર દેશો હશે. ચીફ સેક્રેટરીએ કહ્યું, ‘અમને ઓસ્ટ્રેલિયા અને પોલેન્ડ તરફથી પુષ્ટિ મળી છે અને તેઓએ ઇવેન્ટમાં ભાગીદાર દેશ બનવા માટે સરકારને સંદેશો પહોંચાડ્યો છે.’

US અને યુકે VGSમાં ભાગ લેશે નહીં, પરંતુ તેમના અધિકારીઓએ એમ્બેસેડર અથવા કૉન્સ્યુલેટ્સ અને બિઝનેસ પ્રતિનિધિઓ ભાગ લેશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp