કોરોનાઃ અમદાવાદ, સુરતની સિવિલ ફૂલ, જાણો નવા દર્દીઓને ક્યા મોકલવા પડશે

PC: dainikbhaskar.com

કોરોના પોઝિટીવ દર્દીઓના કેસો તમામ જગ્યાએ વધતા જાય છે ત્યારે સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે અમદાવાદના પોઝિટીવ દર્દીઓને ગાંધીનગરની સિવિલમાં ખસેડવામાં આવશે. આવું કરવાનું કારણ સ્પષ્ટ છે કે અમદાવાદની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને રાખવા માટેના રૂમ ઓછા થઇ રહ્યાં છે, જ્યારે ગાંધીનગરમાં પેશન્ટ ઓછા હોવાથી રૂમ ખાલી છે. 

કોરોના પોઝિટીવ દર્દીઓને જે હોસ્પિટલમાં હોય ત્યાં જ સારવાર આપવી એવો નિયમ હોવા છતાં સરકારને આવો નિર્ણય લેવો પડ્યો છે. સૂત્રો કહે છે કે પોઝિટીવ દર્દીને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો બીજી હોસ્પિટલમાં ચેપ લાગી શકે છે. આરોગ્ય વિભાગે તેની ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે.

 અમદાવાદમાં રોજના એવરેજ 300 દર્દીઓ આવતા હોવાથી કોવિડ હોસ્પિટલો ભરચક બની રહી છે અને હવે વધુ દર્દીઓને સમાવવાની કેપેસિટી ગુમાવી રહી છે ત્યારે સરકારે પોઝિટીવ કેસ ગાંધીનગરની સિવિલમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું છે. ગાંધીનગર સિવિલના જૂનિયર તબીબે કહ્યું હતું કે આવો નિર્ણય ભૂલભરેલો છે, કારણ કે જે દર્દીની જે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય તેને ત્યાંજ રાખવાનો હોય છે. જો આમ થશે તો ગાંધીનગર સિવિલમાં પણ સંક્રમણ ફેલાવાની સંભાવના વધી જશે.

ગાંધીનગરની સિવિલમાં બેડની સુવિધા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ બેડ અમદાવાદથી આવનારા દર્દીઓ માટે રાખવામાં આવશે. આમ પણ ગાંધીનગરમાં પ્રતિદિન જે કેસો નોંધાય છે તે પૈકી માત્ર 5 ટકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યારે 95 ટકા દર્દીઓને કહેવામાં આવે છે કે તેમણે ઘરમાં 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાનું છે. હોસ્પિટલો તમામ પોઝિટીવ દર્દીઓને દાખલ કરતી નથી.

આ ઉપરાંત સૂત્રો જણાવે છે કે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ હવે દર્દીઓની સંખ્યા વધી જતા કોવિડના દર્દીઓ માટેની પથારીઓ ફૂલ થઇ ગઇ છે. હવે નવા દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવા પડશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સુરતમાં સિવિલ ઉપરાંત સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઇ છે. ત્યાં હવે દર્દીઓને ખસેડાશે તેવી જાણકારી મળી છે. અથવા તો ખાનગી હોસ્પિટલમાં પણ મોકલવા પડે. તેવી સ્થિતિ ઊભી થઇ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp