આનંદ મહિન્દ્રાને પસંદ આવ્યું નીતિન ગડકરીનું આ કામ, કહ્યું ‘સેન્સેટીવ છે આ વિકાસ’

PC: livemint.com

મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રાને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક કામ ખૂબ જ પસંદ આવ્યું છે, જેની આનંદ મહિન્દ્રાએ દિલ ખોલીને ટ્વીટર પર પ્રશંસા કરી હતી. આનંદ મહિન્દ્રાએ ગડકરીના આ કામને ‘સેન્સેટીવ ડેવલપમેન્ટ’ કહ્યું છે.

‘સેન્સેટીવ ડેવલપમેન્ટની જરૂરત’

વાત એવી છે કે આનંદ મહિન્દ્રાએ Mumbai-Nagpur Highwayને લઈને એક સમાચાર ટ્વીટ કર્યા છે, જેની સાથે લખ્યું કે, ‘આપણને આવા રીતના ઇન્ફાસ્ટ્રકચર વિકાસની જરૂરિયાત છે, જે પ્રાણીઓ માટે સેન્સેટીવ હોય, જે આપણાથી પહેલા આ ધરતી પર રહી રહ્યા છે.’

શું ખાસ વાત છે Mumbai-Nagpur Highway?

પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ જે મુંબઈ-નાગપુર હાઈવેની વાત કરી છે. તેની ખાસ વાત એ છે કે આ હાઈવે પર પ્રાણીઓ માટે વિશેષ ફ્લાયઓવર બનાવવામાં આવ્યું છે, જેના થકી તેમણે જંગલની એક બાજુથી બીજી બાજુ જવામાં સમસ્યા નહીં થશે. સાથે જ આ પૂર્ણ હાઈવેની સાથોસાથ એક જાળી લગાવવામાં આવી રહી છે, જેથી જંગલી પ્રાણીઓ રસ્તા પર આવતા રોકી શકાશે.

અંદાજે 700 કિમી લાંબો આ હાઈવે દેશનો પ્રથમ એવો રાજમાર્ગ બન્યો જ્યાં ‘એનિમલ ફ્લાયઓવર’ અથવા ‘વાઈલ્ડ લાઈફ ઓવરપાસ’ બનાવવામાં આવશે. આ આખા હાઇવેનું 117 કિમીનું અંતર જંગલ, ટાઈગર કોરિડોર અને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી પસાર થાય છે, જેના માટે રસ્તા પર કુલ 9 વાઈલ્ડલાઈફ ઓવરપાસ અને 17 અન્ડરપાસ બનાવવામાં આવ્યા છે. આ હાઇવે બન્યા પછી બંને શહેરોના વચ્ચેની મુસાફરી કરવા માટે 16 કલાકની જગ્યાએ 8 કલાકનો સમય લાગશે.

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, માણસોને શીખવાની જરૂર હોય છે

આનંદ મહિન્દ્રાએ આ પોસ્ટ પર એક યુઝરે પ્રશ્ન પૂછ્યો કર્યો કે, ‘શું પ્રાણીઓને આનો ઉપયોગ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે?’ આના પર આનંદ મહિન્દ્રાએ જવાબ આપતા કહ્યું કે, ‘પ્રાણીઓને મુશ્કેલથી જ કોમન સેન્સ શીખવવાની જરૂર હોય છે. એ તો આપણે માણસો છે જેમણે આ શીખવાની જરૂર હોય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp