ચૂંટણી પહેલા વહીવટી તંત્રમાં હજી પણ 100થી વધુ બદલી થવા સંભવ, જાણો કોણ કોણ છે?

PC: ndtv.com

ગુજરાતના વહીવટી તંત્રમાં 26 આઇએએસ અધિકારીઓની બદલી કર્યા પછી બીજા રાઉન્ડમાં મહાનગરોના કમિશનર, બોર્ડ-નિગમના એમડી અને જિલ્લા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ આવી રહ્યાં છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકની બદલીઓ તોળાઇ રહી છે. ટૂંકસમયમાં આ ઓર્ડર થાય તેવી સંભાવના છે.

વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વના ફેરફારો કરવા માગે છે. જો કે બદલીના ઓર્ડર કરતાં પહેલાં લીસ્ટને હાઇકમાન્ડના પરામર્શમાં મોકલવામાં આવે છે. પ્રથમ તબક્કાની જે બદલીઓ થઇ છે તેમાં દિલ્હીથી કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને સરકારના વહીવટી તંત્રમાં મોટા ફેરફારોને અવકાશ છે.

રાજ્યના 33 જિલ્લાના કલેક્ટરો પૈકી મહત્વની જગ્યાએ ફેરફારો થશે. ડીડીઓ પણ બદલાશે. એ સાથે એક જ જગ્યાએ જેમને ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચૂક્યાં છે તેવા અધિકારીઓ પણ બદલાશે. સચિવાલયના વિભાગોમાં પણ હજી ફેરફારો થાય તેવી સંભાવના છે. હાલ મહેસાણા, વડોદરા અને ખેડા જિલ્લા કલેક્ટરની જગ્યા ખાલી છે તેથી તે ભરવા માટે નવી નિયુક્તિ કરવામાં આવે તેમ મનાય છે.

રાજ્યના પોલીસ વિભાગમાં પણ ફેરબદલ થવાના છે. જિલ્લાના એસપી કે જેઓ ત્રણ વર્ષથી એક જ જગ્યાએ તેમને બદલાશે. એ ઉપરાંત શહેરોના પોલીસ કમિશનરો પણ બદલાશે. પોલીસ ભવનના વિવિધ વિભાગોમાં કામ કરતાં ઉચ્ચ અધિકારીઓનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રમાં હજી 40થી વધુ અને પોલીસ વિભાગમાં 55થી વધુ બદલીઓ તોળાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp