તલાટીની ફીક્સ પગારની 3400 જગ્યા માટે 17 લાખ અરજી, આવુ કેમ?

PC: viraronline.in

ગુજરાતના યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ભાજપ સરકાર ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી છે.

તલાટીની ફીક્સ પગારની 3400 જગ્યા માટે 17 લાખ અરજી આવી છે. ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો છે. રાજ્યમાં સરકારી ચોપડે ત્રણ લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. 30થી 35 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા નથી.

2018માં તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયામાં 2937 જગ્યા માટે 35 લાખ યુવાનોએ અરજી કરી હતી. જેમની પાસેથી પરીક્ષા ફી પેટે 20 કરોડ જેટલા અધધ રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 17265 ગ્રામપંચાયતમાં 7133 તલાટીની જગ્યાઓ છે. જેમાં 3500 તલાટીની જગ્યા ભરેલી છે. 17265 ગામોમાંથી 14 હજાર ગામો રેવન્યુના છે. તેથી 14 હજાર તલાટી હોવા જોઈએ. પણ 10500 જગ્યા ખાલી છે. અને ભરતી 3400ની કરવામાં આવી રહી છે.5 ગામ વચ્ચે 1 તલાટીની છે. તલાટી, શિક્ષક, ગ્રામસેવક, તબીબ વિનાનું ગામ છે.

આઉટ સોર્સિંગ - કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે  આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ નોકરી આપી છે. જેમાં યુવાનોનું શોષણ થાય છે.

ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બધ કરે. ભરતી પ્રક્રિયામાં યેનકેન પ્રકારે વિલંબ થઇ રહ્યો છે. ચાર વર્ષ સુધી જાહેરાત પછી પરીક્ષાઓ યોજાતી નથી. મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ છે.

પરીક્ષા યોજાય તો પરિણામ જાહેર થતા નથી. પરિણામ જાહેર થાય તો અનેક ગેરરીતિઓ સામે આવે છે. સરકારની નીતિથી સામાન્ય મધ્યમવર્ગના પરિવારના લાખો યુવાનોના સમય, શક્તિ અને નાણાં ખર્ચે છે.  ભરતી ક્યારે થશે તેની કોઈ નિશ્ચિત તારીખ નથી. તલાટી ભરતી માટે 15 લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ થયા છે.

22 વર્ષમાં 26 પરીક્ષાઓના પ્રશ્ન પત્ર ફૂટ્યા છે કાંતો પરીક્ષા રદ થઈ છે. વિદ્યા સહાયકો માટે ટેટ 1, ટેટ 2, ગ્રામરક્ષક દળ, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. 15 વર્ષથી શાળા કોલેજ કે જાહેર વાંચનાલયમાં ગ્રંથપાલની ભરતી કરવામાં આવતી નથી.

શારીરિક શિક્ષણના શિક્ષકોની 15 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. ગ્રામસેવકની ભરતીની જાહેરાતને ચાર વર્ષ થયા છતાં હજુ સુધી ભરતીના ઠેકાણા નથી.દવાખાનામાં ભરતી થતી નથી. મલ્ટીપરપઝ હેલ્થવર્કર અને નર્સિંગ સહીત મેડિકલ - પેરામેડીકલની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ન થવાના કારણે કોરોનામાં 2થી 3 લાખો નાગરીકોના મોત થયા હતા. 50 લાખ લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ટેટ-ટાટ પાસ થયેલ 50 હજાર યુવાનો - યુવતીઓને શિક્ષક તરીકે ભરતી પ્રક્રિયા હાથ ન ધરીને અન્યાય થઈ રહ્યો છે. તેથી ગુજરાતના શિક્ષણ ખરાબ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp